તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 24th November 2026
રાજકોટમાં ''નો નંબર પ્લેટ નો ઇંધણ' જાહેરનામાનો કડક અમલ : 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે ફરિયાદ
પોલીસ દ્વારા રેન્ડમલી તેમજ સીસીટીવી ફૂટેજનું બેકપ ચેક કરી અને જાહેરનામાની કડક અમલવારી ફરીથી શરૂ કરાઈ

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે જાહેરનામાની કડક અમલવારી ફરી એક વખત શરૂ કરાવવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત શહેરના અલગ અલગ પેટ્રોલપંપ ઉપર ફરજ બજાવતા 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક સંચાલક સામે કાર્યવાહી કરાઈ છે
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ દ્વારા શીતલ પાર્ક ચોક પાસે આવેલ ન્યારાના પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈએ પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુધ્ધ BNS કલમ 223 મુજબ અને પેટ્રોલ પૂરાવનાર મોરબીના નિશિત મહેતા નામના યુવાન સામે એમ.વી.એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં યુનિવર્સીટી પોલીસ દ્વારા કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર એક્સેસ વાહન લઇ એક વ્યક્તિ રૂ.100નું પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન નરેશભાઈ શીલુ દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક ઉદય ગોસ્વામી વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજીડેમ પોલીસ દ્વારા આજીડેમ ચોક નજીક ભાવનગર રોડ પર આવેલા એચ.પી. ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન ભરતપ્રસાદ મિશ્રા દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સ્વાતિ પાર્ક મેઈન રોડ પર કોઠારીયા રિંગરોડ પર કૃષ્ણરાજ પેટ્રોલિયમ ખાતે પાછળની સાઈડમાં નંબર પ્લેટ વગર બાઈક ચાલક પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન બિપીનભાઈ બોરીસાગર દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી ફિલરમેન અને વાહન ચાલક વિપુલ સોરઠીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
] માલવિયાનગર પોલીસે પણ નાના મવા ચોક ખાતે એચ.પી.ના પેટ્રોલપંપ ખાતે એક બાઈક ચાલક નંબર પ્લેટ વગર એક નંબર પ્લેટ વગર બાઈક લઇ એક વ્યક્તિ પેટ્રોલ પુરાવવા માટે આવેલ જેને ફિલરમેન દ્વારા પેટ્રોલ પુરી આપ્યું હતું જેથી પેટ્રોલ પંપના સંચાલક વિવેક ચૌધરી અને વાહન ચાલક કાનો સાઢમીયા વિરુદ્ધ BNS કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક અમલવારી માટે નો નંબર પ્લેટ નો ઇંધણ અંગે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જો કોઈ પેટ્રોલપંપ સંચાલક જાહેરનામાનો અમલ નહિ કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા રેન્ડમલી તેમજ સીસીટીવી ફૂટેજનું બેકપ ચેક કરી અને જાહેરનામાની કડક અમલવારી ફરીથી શરૂ કરવામાં આવી છે.
(1:05 AM IST)










