તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
રવિવારે રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ

રાજકોટ તા. ૧૧ : રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૩૪મો તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તા.૧૩ના રવિવારે બપોરે ૨ કલાકે અટલબિહારી વાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજવામાં આવેલ છે.
જેમાં પુ.શ્રી ભક્તિ સ્વામીજી ખીરસરા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. સમારંભના અધ્યક્ષ ડો.દિનેશ ચૌહાણ, સહઅધ્યક્ષ શ્રીમતિ દિપીકાબેન કે. પ્રજાપતિ અને મુખ્ય મહેમાન નરેશભાઈ એન. પ્રજાપતિ અને શ્રી ફુલભાઈ એચ નડીયાપરા ઉપસ્થિત રહેશ.
આ કાર્યક્રમમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજયુએટ, ડોક્ટ, પીએચ.ડી., ડીપ્લોમા, આઇ.ટી.આઇ., ડીગ્રી એન્જીનીયર વગેરે તમામ કુલ ૫૭૧ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન તેમજ ૧ થી ૩ નંબર મેળવનારને શિલ્ડ આપી વિશેષ બહુમાન કરાશે. સ્કુલબેગ સહીત શૈક્ષણિક કીટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરાશે.
જેમાં રાજકોટ ગુર્જર જ્ઞાતિના તેમજ વિવિધ ગોળના આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના શિક્ષણ સમિતિના ચેરમેન નિલેષભાઈ પાટડીયા, વાઈસ ચેરમેન સાગરભાઈ બાવળીયા સહસંગઠન સંગઠન મંત્રી નારાયણભાઈ પ્રજાપતિ સહસંગઠન મંત્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વરભાઈ ઘાટલીયા, ટ્રસ્ટ મંત્રી મનસુખભાઈ ગોહેલ, જ્ઞાતિ પ્રમુખ નલીનભાઈ પરમાર અને સમગ્ર કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:15 PM IST)










