તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
વર્લ્ડ ડાયાબીટીસ ડેફ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા સફળ એજ્યુકેશનલ અને અવેરનેસ કેમ્પ

રાજકોટઃ વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડીત બાળકો અને તેમના પરિવારજનોમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ વધારવા, યોગ્ય સારવાર અને સંભાળ અંગે માર્ગદર્શન પૂラરું પાડવા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન - રાજકોટ દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ' અંતર્ગત એજ્યુકેશનલ અને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોૈરાષ્ટ્ર અને કચ્છના વિવિધ શહેરો તથા ગામોમાંથી ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો, તેમના માતા-પિતા, પરિવારજનો, દાતાશ્રીઓ, તબીબો અને અગ્રણીઓ સહિત ૧૭૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી જોવાનું સંસ્થા જણાવે છે.
રાજકોટના મેયરશ્રી ડો.નેહલ શુક્લ, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુ મેયર દક્ષાબેન વસાણી, રાજુભાઇ ધ્રુવ, વલ્લભભાઇ સતાણી (ચેરમેન-શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિેન્સ), અશોકભાઇ ઝીંઝુવાડિયા (રાધિકા જવેલર્સ), પરષોત્તમભાઇ કામાણી (ડોક્ટર પમ્પ), સંજયભાઇ પટેલ (સીઇઓ અને ચેરમેન), નીતિનભાઇ કામદાર (જુલિયાના ફેશન), કિશનભાઇ પરમાર, ધૈર્યભાઇ પારેખ, નલીનભાઇ ઝવેરી, જગદીશભાઇ ચંદારાણા, દીપકભાઇ કોઠારી, મેહુલભાઇ રવાણી, પાવક ઉનડકટ, અમિતભાઇ વાઘેલા ઉપસ્થિચત રહ્યા હતા.
જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. પંકજ પટેલ અને પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડો.ઝલક ઉપાધ્યાય શાહ દ્વારા ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો તથા તેમના માતા-પિતાને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘JDD 360' માસિક ન્યૂઝલેટરનું લોકાર્પણ ડો. નેહલ શુક્લ અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનનો મુખ્ય ઉદ્ેશ્ય ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો, તેમના માતા-પિતા તથા સમગ્ર સમાજ સુધી વિશ્વસનીય, ઉપયોગી અને સરળતાથી સમજી શકાય તેવી આરોગ્યલક્ષી માહિતી પહોંચાડવાનો છે.
કાર્યકરમ દરમિયાન સમાજના વિવિધ દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને સેવાભાવી વ્યકિતઓ દ્વારા સંસ્થાની સેવાકીયપ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે માતબર રકમની દાનની જાહેરાત કરવામાં આવી હતી. અશોકભાઇ ઝીંઝુવાડિયા (રાધિકા જવેલર્સ) રૂ.૨,૫૧,૦૦૦, વલ્લભભાઇ સટાણી (શ્રી રામ અરોસ્પેસ) રૂ. ૧,૫૧,૦૦૦, પરષોત્તમભાઇ કામાણી (ડોક્ટર પમ્પ) રૂ.૧,૧૧,૦૦૦, ᅠકલમનયનભાઇ સોજીત્રા (ફાલ્કન પમ્પ્સ) રૂ.૧,૦૦,૦૦૦, રમેશભાઇ ટીલારા રૂ. ૫૧,૦૦૦, ભગવાનજીભાઇ સંતોકી (કલાસિકમોટર્સ) ૨૫,૦૦૦, દેવેનભાઇ નરેન્દ્રભાઇ દોશી (રાજેશ ટ્રેડસ્લન્કસ) ૨૧,૦૦૦, વિવાન ગોપાલભાઇ સેજપાલ ૧૧,૦૦૦, કિશોરભાઇ રતિલાલ શિંગાળા ૫,૦૦૦ આપવામાં આવેલ જેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મેયરશ્રી ડો. નેહલ શુક્લ દ્વારા સંસ્થાના સેન્ટર માટે ગુરુ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ ખાતે જગ્યા ફાળવવા અંગે સહયોગની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાને મળતી આરએમસીની વાર્ષિક ગરાન્ટ રૂ.૧૦ લાખથી વધારીને ૧૫ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
એજિલસ ડાયગ્નોસ્ટિક્સઃ સંસ્થા સાથે જોડાયેલા ૫૦ જેટલા બાળકોના સંપૂર્ણ બોડી પ્રોફાઇલ ચેકઅપની જવાબદારી નિઃશુલ્ક નિભાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોના દૈનિક ડાયાબિટીસ વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે રૂ.૨,૫૦૦ની કિંમતની મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સર્વશ્રી અપુલ દોશી, કમલ નયનભાઇ સોજીત્રા, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડયા, અનિલ શાહ, અમિત દોશી, મિતેશ ગણાત્રા, પારસ દોશી, જેનિશ કાંજિયા, સાવન કાનાબાર, ઋષિલ દવે, ડો. કાજલ ઢોલરિયા, મૈત્રી દોશી, યશ ગોકાણી, ચંદ્રેશ સાંકળીયા, રિતિકા મોટવાણી, મિહિર સાકરિયા, રાહુલ રાઠોડ અને પાર્થ સચદે સહિત સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, સહયોગીઓ, સ્વયંસેવકો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું સંસ્થા જણાવે છે.
‘જાર્ગતિથી સશક્તિકરણ'ના સંકલ્પ સાથે યોજાયેલો આ કાર્યક્રમ માતર એક જાગૃતિ કાર્યક્રમ બનીને ન રહ્યો, પરંતુ ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેમના પરિવારોને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા, સહયોગ અને આત્મવિશ્વાસ પૂરો પાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ સાબિત થયો હોવાનું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટે જણાવ્યું છે.

(2:16 PM IST)










