<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટમાં સૂર્યનો પ્રચંડ પ્રકોપ: પારો 44.4 ડિગ્રીને પાર, લૂના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ વધારી અગનજવાળાઓ; બપોરના સમયે રસ્તાઓ પર છવાયો સન્નાટો

 રાજકોટ:રાજકોટ શહેરમાં આજે ઉનાળાના આકરા મિજાજે તમામ હદ વટાવી દીધી હોય તેમ તાપમાનનો પારો 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા નગરજનો કાળઝાળ ગરમીમાં શેકાઈ ગયા છે. આકાશમાંથી વરસી રહેલા અંગારા અને તેની સાથે ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ ગરમીની તીવ્રતામાં અનેકગણો વધારો કરી દીધો છે.

આકરી ગરમીના કારણે આજે શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે સન્નાટો છવાઈ ગયો હતો. વહીવટી કામકાજ કે અત્યંત જરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ પર વાહનોની અવરજવર ખૂબ જ નહિવત જોવા મળી હતી, જાણે કે રવિવાર જેવો માહોલ હોય તેમ બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હ

 

હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય પવનને બદલે ફૂંકાતા આ ગરમ પવનો જેને સ્થાનિક ભાષામાં 'લૂ' કહેવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. આ પવનોને કારણે શરીરનું તાપમાન ઝડપથી વધવાની અને ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ગરમીનો પ્રકોપ ચરમસીમાએ રહ્યો હતો.

(6:04 PM IST)