<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ફકીર સમાજ દ્વારા રવિવારે સમુહ શાદી - સમુહ લગ્ન

જય પ્રકાશનગરમાં કોમી એકતાના દ્રશ્‍યો સર્જાશે : ૧૧ યુગલો નવા જીવનની શરૂઆત કરશે

રાજકોટ, તા. ૮ : અખિલ સૌરાષ્‍ટ્ર કચ્‍છ ફકીર સમાજ દ્વારા આગામી તા. ૧૦ના રોજ સર્વધર્મ હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના સમુહ લગ્નનું આયોજન કરાયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આયોજનકોએ જણાવ્‍યું હતું કે ફાતિમા મસ્‍જિદ પાસે, ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર, સદ્દગુરૂ કૃપા-પ ખાતે આયોજીત આ સમારોહ કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડશે.

કુલ ૧૧ યુગલોના સમુહ લગ્ન - નિકાહ કરાવવામાં આવશે. નિકાહ વિધિ સવારે ૧૦ વાગ્‍યે અને સન્‍માન સમારોહ ૧૧ વાગ્‍યે યોજાશે. ભોજન સમારોહ બપોરે ૧ર વાગ્‍યે અને ૩:૩૦ વાગ્‍યે વિદાય સમારોહ યોજાશે.

પ્રસંગના ઉદ્દઘાટક તરીકે હઝરત સૂફી સંત અમીનબાવા મલંગ, જનાબ મૌલાના યુસુફશા બાપુ ગોંડલ, જનાબ મુસ્‍તુફાબાપુ (બગાબાપુ) ગારીડા તેમજ સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, શહેર ભાજપ અધ્‍યક્ષ માધવભાઇ દવે અને સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા હારૂનભાઇ શાહમદાર, મુસ્‍તુફા બાપુ (બગા બાપુ), યાસીન બાપુ શાહમદાર, આમદશા બાપુ, ફીરોજ શાહમદાર, યાકુબખાન પઠાણ, શૈલેષભાઇ પ્રજાપતિ, દિનેશભાઇ સોલંકી, મહેબુબભાઇ શાહમદાર, અજયભાઇ મુંધવા, શાહનવાઝભાઇ સિદ્દીકી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:23 PM IST)