હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંધને સમર્થન : યશ મેડીકલ અને રાધે ફાર્મસી સહિતના મેડીકલ સ્ટોર્સના શટર પડયા

યશ મેડિકલ સ્ટોર (મોટી ટાંકી ચોક) તથા રાધે ફાર્મસી (નાના મોવા સર્કલ સાંકેત હોસ્પિટલની સામે) આજરોજ બંધના હડતાલમાં જોડાઈને બંધને સમર્થન આપ્યું હતું. આ તકે પીયુષભાઈ તથા સમીરભાઈએ જણાવ્યું હતું કે ઓનલાઈન ફાર્મસીને હિસાબે નશાકારક દવાઓનો ગેર ઉપયોગ પણ વધ્યો છે અને એઆઈપી પ્રિસ્ક્રિપ્શન સબમીટ કરીને આવી દવાઓનો યુવા ધનમાં વધારે વધારે ઉપયોગ થઈ રહ્યો છે. આ એક ગંભીર બાબત છે અને અમે યશ મેડિકલ સ્ટોર છેલ્લા ૩૦ વર્ષથી સેવા પૂરી પાડી રહ્યા છે. મેડિકલ સ્ટોરની અંદર સંપૂર્ણ તાલીમબધ સ્ટાફ ફાર્મસીસની સંપૂર્ણ હાજરી હોય છે જ્યારે ઓનલાઇનમાં આ કોઈ રેકોર્ડ હોતો નથી અને નશાકારક દવાઓ ઊંઘની દવાઓ તથા નારકોટિક્સને લગતી દવાઓના વેચાણ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તથા ઓનલાઇન વધારે ડિસ્કાઉન્ટથી ડુપ્લીકેટ દવાનો પણ ભય રહે છે. આ મેડિકલ એસોસિયેશનના બંધને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય આપવા વિનંતી કરાઇ હતી. (તસ્વીર : અભિજીત બગથરીયા)










