<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

આંબેડકરનગરના સુરેશભાઇ રાઠોડનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૫ઃ ગોંડલ રોડ ઍસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૩માં રહેતાં સુરેશભાઇ ગાંજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) નામના આધેડ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઅો છ બહેનના ઍકના ઍક વચેટ ભાઇ હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. હૃદય રોગનો હુમલો આવ્યો કે અન્ય કારણે મૃત્યુ થયું? તે જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

(3:53 PM IST)