<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

આશ્ચર્ય : ઝઘડો કરનારને છરી બતાવી પોતેજ પોલીસને જાણ કરી દીધી!

રૈયા રોડના વૈશાલીનગરના રિક્ષા ચાલક શામ ચાવડા સામે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા. રઃ શહેરમાં છરી અને દારૂ પી નિકળતા શખ્‍સોને પોલીસ પકડતી હોય છે પરંતુ કઇક એવા પણ કિસ્‍સા પણ બનતા હોય છે જે લોકોને આヘર્યચકિત કરી દેતા હોય છે. જેમાં ઝઘડા થયા બાદ છરી બતાવનાર શખ્‍સે જ પોલીસને બોલાવતા પોલીસે છરી કબ્‍જે કરી તેની સામે કાર્યવાહી કરી હતી.

થોરાળા પોલીસ મથકનાં એએસઆઇ જી.ડી. શિયાર, કોન્‍સ. નિતીનભાઇ રંગપરા, કિશનભાઇ માલકીયા સહિતનો સ્‍ટાફ નોકરી પર તો ત્‍યારે પોલીસવાન જનરક્ષક કેડરના એએસઆઇ વિરાભાઇ ચાવડા કોલના આધારે રિક્ષા ચાલક શામ માનસિંગભાઇ ચાવડા (ઉ.વ. ર૩ રહે. વૈશાલીનગર, રૈયા રોડ)ને છરી સાથે પોલીસ મથકે લઇ આવ્‍યા હતા.

શામ ધરાહર માર્કેટમાં હતા ત્‍યારે તેની સાથે વાસુ જાદવ (રહે. નવયુગપરા) નામના શખ્‍સે ઝઘડો કરતા તેને છરી બતાવી હતી. બાદમાં પોતે જ પોલીસને કોલ કર્યો હતો. જેથી શામને છરી સાથે પોલીસ મથકે લવાતા છરી કબ્‍જે કરી આ મામલે જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

છરી સાથે બે ઝડપાયા

એ-ડીવીઝન પોલીસે રામનાથપરામાંથી દેવજી રત્‍નાભાઇ ચૌહાણને, તપસ રવીન મંડલને બાતમીના આધારે છરી સાથે ઝડપી લઇ બે અલગ અલગ ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(3:43 PM IST)