હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૬'નું સફળતાપૂર્વક સમાપન
પખવાડિયા દરમિયાન ૧,૨૧૦ સહભાગીઓએ શ્રમદાન કરી ૧૬,૩૦૮ ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરી તથા ૫,૮૭૦ કિલોગ્રામ કચરો એકત્ર કર્યો

રાજકોટ,૧૭ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૬'નું સફળતાપૂર્વક સમાપન થયું. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો, ટ્રેકસાઇડ વિસ્તારો, રેલવે વસાહતો (કોલોનીઓ), કોચિંગ ડેપો, રનિંગ રૂમ તેમજ અન્ય સંસ્થાનોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, ઘન કચરા વ્યવસ્થાપન અને જનજાગળતિ સંબંધિત વિવિધ પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન
૧ ઓક્ટોબરે ‘એક દિવસ, એક કલાક, એક સાથે' પહેલ અંતર્ગત ડિવિઝનના ૪૫ સ્થળોએ શ્રમદાન કરવામાં આવ્યું. સમગ્ર પખવાડિયા દરમિયાન ૧,૨૧૦ સહભાગીઓએ ભાગ લઈને ૧૬,૩૦૮ ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરી તેમજ ૫,૮૭૦ કિલોગ્રામ કચરો એકત્ર કર્યો.
૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ), રાજકોટ, શ્રી ગિરિરાજ કુમાર મીનાના નેતળત્વમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા. પ્રભાત ફેરી કાઢવાની સાથે ‘એક વળક્ષ મા ના નામે' અભિયાન અંતર્ગત વળક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
સ્ટેશન, ટ્રેકસાઇડ અને રેલવે પરિસરોની સફાઈ
૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન ડિવિઝનના ૩૫ સ્ટેશનો અને ૧૮ રેલવે સંસ્થાનોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી. આ અંતર્ગત ૪૮ શૌચાલયોનું ડીસ્કેલિંગ, ૪૦૭ વિદ્યુત ઉપકરણોની સફાઈ, ૫૪૦ કચરાપેટીઓની ઊંડાણપૂર્વક સફાઈ તેમજ ૧૧.૩ કિલોમીટર ગટરો/નાળાઓની સફાઈ કરવામાં આવી. રાજકોટ, જામનગર, ઓખા અને હાપા સહિત વિવિધ સ્ટેશનો અને કચેરી પરિસરોમાં પણ સફાઈ પ્રવળત્તિઓ યોજાઈ હતી.
૬ થી ૮ ઓક્ટોબર દરમિયાન ટ્રેકસાઇડ અને યાર્ડ વિસ્તારોમાંથી કચરો, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને બિનજરૂરી વનસ્પતિ દૂર કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન સ્ટેશન સીમાઓની અંદર ૩૭ તથા બહાર ૧૫ સ્થળોએ સફાઈ કરવામાં આવી અને આશરે ૧.૮ કિલોમીટર ટ્રેકસાઇડ વિસ્તારમાંથી બિનજરૂરી ઘાસ-વનસ્પતિ દૂર કરવામાં આવી.
સૌંદર્યીકરણ, ખાદ્ય સુરક્ષા અને પીવાના પાણીની ગુણવત્તા
૯ અને ૧૦ ઓક્ટોબરે રાજકોટ, દ્વારકા, જામનગર સહિત વિવિધ સ્ટેશનો અને રેલવે કોલોનીઓમાંથી અનધિકળત પોસ્ટરો, બેનરો અને સ્ટીકરો હટાવવામાં આવ્યા. પાન-ગુટખાના ડાઘ સાફ કરવા સાથે જરૂરી સ્થળોએ કલરકામ અને રંગરોગાન કરવામાં આવ્યું. મુસાફરો અને રેલવે કર્મચારીઓને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અંગે જાગળત કરવામાં આવ્યા.
૧૧ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, ૨૦૨૬ના પાલનને પ્રોત્સાહન આપવા માટે જાગળતિ અને તાલીમ પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. કર્મચારીઓને કચરાના વર્ગીકરણ, સંગ્રહ અને યોગ્ય નિકાલ વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, કેટરિંગ સ્ટોલનું નિરીક્ષણ, પીવાના પાણીમાં કુલ દ્રાવ્ય ઘન પદાર્થો અને અવશેષ ક્લોરિનની તપાસ તેમજ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. રેલવે કોલોનીઓ અને અન્ય પરિસરોમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે લાર્વા નિરીક્ષણ અને જરૂરી જંતુ નિયંત્રણ પ્રવળત્તિઓ પણ હાથ ધરવામાં આવી.
સ્વચ્છ રેલવે પરિસર માટે સામૂહિક સંકલ્પ
રાજકોટ ડિવિઝને સ્વચ્છતા પખવાડિયાના માધ્યમથી સ્વચ્છ, સલામત અને પર્યાવરણને અનુકૂળ રેલવે પરિસરના નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી. ડિવિઝને મુસાફરો, રેલકર્મીઓ, કેટરિંગ સંચાલકો, કોન્ટ્રાક્ટરો અને સામાન્ય નાગરિકોને કચરો નિયત કચરાપેટીમાં નાખવા અને રેલવે પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ઙ્કસ્વચ્છતા એ માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણી સામૂહિક જવાબદારી છે. મુસાફરો અને રેલકર્મીઓની સક્રિય ભાગીદારીથી જ આપણે સ્વચ્છ, સલામત અને પર્યાવરણને અનુકૂળ રેલવે પરિસરના લક્ષ્યને સાકાર કરી શકીએ છીએ.










