તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
રેસકોર્ષમાં જામશે ‘સ્વદેશી'નો મહાકુંભ
ર૩ ઓકટોબરથી ૩ નવેમ્બર સુધી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે સ્વદેશી મેળાનું આયોજનઃ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા શહેરીજનોને મેયર સહિતના પદાધિકારીઓની અપીલ

રાજકોટ, તા. ૨૧: ‘મેઈક ઇન ઇન્ડિયા', ‘આત્મનિર્ભર ભારત' અને ‘વિકસિત ભારત-૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વદેશી મેળા-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ ખાતે આવેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં તા. ૨૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી યોજાનારા આ મેળામાં સ્થાનિક ઉત્પાદનો, સ્વદેશી ચીજવસ્તુઓ, હસ્તકલા અને વિવિધ ખાદ્યપદાર્થોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાનારો સ્વદેશી મેળો દરરોજ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. સ્થાનિક વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવા, નાના વ્યવસાયકારોને બજાર ઉપલબ્ધ કરાવવા તથા કારીગરો, કલાકારો, સ્વસહાય જૂથો અને શેરી ફેરિયાઓને પોતાના ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. મેળામાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે કુલ ૮૫ સ્ટોલ ભા કરવામાં આવશે. આ ઉપરાંત માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવળત્તિઓ માટે પાંચ વિશેષ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. સ્થાનિક સ્વસહાય જૂથો, શેરી ફેરિયાઓ, પરંપરાગત કારીગરો તથા કલાકારોને સ્ટોલની ફાળવણીમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
શોપિંગ ક્લસ્ટર અને ફૂડ કોર્નર
સ્વદેશી મેળામાં શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર અને ફૂડ કોર્નર મુખ્ય આકર્ષણ બનશે. નાગરિકોને એક જ સ્થળે સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો, હસ્તકલાની વિવિધ કળતિઓ અને ખાદ્યપદાર્થો માણવાની તક મળશે. સ્થાનિક વ્યવસાયકારો પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકશે, જ્યારે ગ્રાહકોને સ્વદેશી ઉત્પાદનોની ગુણવત્તા તથા વિશિષ્ટતા વિશે જાણવાની તક મળશે.
‘એક જિલ્લો, એક ઉત્પાદન'ને પ્રોત્સાહન
મેળામાં ‘એક જિલ્લો, એક ઉત્પાદન'-વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજના અંતર્ગત રાજકોટના સ્થાનિક ઉત્પાદનોના બ્રાન્ડિંગ માટે પણ વિશેષ કામગીરી હાથ ધરાશે. સ્થાનિક ઉત્પાદનોની આગવી ઓળખ, તેમની વિશેષતા અને તેની સાથે જોડાયેલી પરંપરાગત કારીગરીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને નવી બજાર તકો મળવાની સાથે સ્થાનિક આર્થિક પ્રવળત્તિઓને વેગ મળશે.
સ્થાનિક કલાકારો માટે સાંસ્કળતિક કોર્નર
મેળામાં ભરતા અને સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે તે માટે વિશેષ સાંસ્કળતિક કોર્નર બનાવવામાં આવશે. દરરોજ સાંજે ૬થી રાત્રે ૯ વાગ્યા દરમિયાન કલાકારો ગાયન, સંગીત અને અન્ય સાંસ્કળતિક કલાઓ રજૂ કરી શકશે. આ વ્યવસ્થાથી રાજકોટની સ્થાનિક પ્રતિભાઓને વિશાળ જનસમુદાય સમક્ષ પોતાની કલા રજૂ કરવાનો મંચ મળશે.
બાળકો માટે પ્લે એરિયા
અને એક્ટિવિટી ઝોન
પરિવાર સાથે મેળાની મુલાકાત લેતા નાગરિકોને ધ્યાનમાં રાખીને બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને એક્ટિવિટી ઝોનની વ્યવસ્થા કરવામાં આવશે. બાળકો માટે વિવિધ રમતગમત અને મનોરંજક પ્રવળત્તિઓ યોજાશે. આથી મેળો માત્ર ખરીદી પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સ્થાનિક ઉત્પાદનો, કલા, સંસ્કળતિ, મનોરંજન અને પારિવારિક સહભાગિતાને જોડતો ઉત્સવ બનશે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું છે કે સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા સ્થાનિક વેપારીઓ, કારીગરો, સ્વસહાય જૂથો અને શેરી ફેરિયાઓને આર્થિક પ્રોત્સાહન મળશે. સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાથી ‘આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને બળ મળવાની સાથે સ્વદેશી અર્થતંત્ર પણ વધુ મજબૂત બનશે. મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેગિં કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે રાજકોટવાસીઓને મેળાની મુલાકાત લેવા, સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને સ્થાનિક વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.
(3:08 PM IST)










