News of Saturday, 12th September 2026
સ્વામિનારાયણ ચોક કા રાજાઃ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો
સાડા સાત ફૂટના ગરુડ ભગવાન આશીર્વાદ આપતા હોય તેવી ભવ્ય ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન, એલઈડી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસકાર્યોની રૂપરેખા રજૂ થશે

રાજકોટઃ રાજકોટના સ્વામિનારાયણ ચોક ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ભક્તિસભર ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્યામ ગ્રુપ દ્વારા આયોજિત ‘સ્વામિનારાયણ ચોક કા રાજા' ગણેશોત્સવમાં ગણપતિ દાદાની ભવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ વર્ષે સાડા સાત ફૂટના ગરુડ ભગવાન આશીર્વાદ આપતા હોય તેવા અદભુત સ્વરૂપમાં ગણપતિ દાદાની મૂર્તિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગણેશોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પાણીપુરી સ્પર્ધા, છપ્પન ભોગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. દરરોજ રાત્રે ૮ વાગ્યે મહાઆરતી યોજાશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસકાર્યોની રૂપરેખા એલઈડી સ્ક્રીન મારફતે રજૂ કરવામાં આવશે, જેથી ગણેશોત્સવમાં આવતા લોકો દેશના વિકાસકાર્યોની ઝલક પણ મેળવી શકશે.
ગણેશોત્સવને સફળ બનાવવા માટે ધારાસભ્ય રમેશભાઈ ટીલારાના માર્ગદર્શન હેઠળ આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલાકાર તુલસીદાસ ગોડલિયા પોતાની વિવિધ શૈલીમાં કલા રજૂ કરાશે.
આ ગણેશોત્સવને સફળ બનાવવા માટે આયોજક શ્યામ ગ્રુપના નારાયણભાઈ બોળિયા, પંકજભાઈ લુણાગરિયા, મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા, જીતુભાઈ સેલારા, નીતિનભાઈ બદ્રકીયા, પ્રતાપભાઈ વ્યાસ, મયુરભાઈ આહીર અને રોહિતભાઈ સહિતના ગજાનન ભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બથરીયા)
(2:33 PM IST)










