News of Thursday, 25th June 2026
શાસક v/s શાસક શુકલ- પટેલ વચ્ચે મીઠી રકઝક
મેયરે વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરને પ્રશ્નો તેમજ પેટા પ્રશ્નો પૂછવાની નિર્ધારિત મર્યાદા સમજાવી અટકાવ્યા

રાજકોટ તા.રપઃ આજની મનપાની સામાન્ય સભામાં મેયર અને સભ્ય વચ્ચે રકઝક છેડાતા સભાગૃહમાં સોંપો પડી ગયો હતો.
આજની સામાન્ય સભામાં સોૈ પ્રથમ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતન પટેલના પ્રશ્નથી કરવામાં આવી હતી. કેતન પટેલ દ્વારા ટી.પી. અને આવાસ યોજના અંગે કરાયેલ કામગીરીની માહિતિ માંગવામાં આવી હતી. આવાસ યોજનાની માહિતી મળ્યા બાદ ટી.પી. શાખાના અધિકારી દ્વારા અપાયેલ જવાબમાં કેતન પટેલ દ્વારા પેટા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.
આ પ્રશ્નોતરી દરમ્યાન નેહલ શુકલએ કેતન પટેલને અટકાવ્યા હતા અને જણાવેલ કે, સંપૂર્ણ માહિતી સાથેના જે કંઇ સુધારા વધારા હશે એ આપના સૂચન મુજબ કરશે, પણ આપણી કાયદાકીય મર્યાદા બે પ્રશ્નોની છે. આમ આજની સાધારણ સભામાં શાસક સામે શાસક હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
(2:55 PM IST)










