<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

પોલીસની કામગીરીની ખોટી ટીકા કરનાર સામે પગલા ભરો : તુષિત પાણેરી

 

રાજકોટ તા. ૨ : હાઇ પ્રોફાઇલ પાર્ટીના કિસ્‍સામાં પોલીસે ન્‍યાયી કામગીરી કરી હોવા છતા સોશિયલ મીડિયા પર પોસ્‍ટ મુકી પોલીસની કામગીરી પર શંકા કરી બેઇમાન અને તોડબાજીના આક્ષેપ કરનાર સામે કડક પગલા ભરવા કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીએ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરી છે. પક્ષના ખેસવાળો ફોટો મુકીને સોશિયલ મીડિયામાં  પોલીસની કામગીરી પર શંકા કરવી તે ગેરવ્‍યાજબી છે. આવુ કરનાર સામે કાનુની કલમોની જોગવાઇ હેઠળ ગુન્‍હો નોંધવા પત્રના અંતમાં તુષિત પાણેરી (મો.૯૪૨૭૨ ૪૨૨૫૩)એ માંગણી ઉઠાવી છે.

(2:10 PM IST)