<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

બાળકોને મજૂરી કરાવતા તત્‍વો સામે કડક કાર્યવાહી કરો

ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા ૩૮૦ બાળકોને સ્‍કૂલ પ્રવેશ કરાવાયોઃ ૮૪૩ બાળકોનું સફળ પુનર્વસન.. બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનની અધીકારીઓને ટકોરઃ કલેકટર કચેરી ખાતે સમી બેઠક

રાજકોટ, તા. ૧૬  જુલાઇ - બાળ સુરક્ષા અને અધિકારોના સુદ્રઢીકરણ માટે ગુજરાત રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્‍યક્ષતામાં આયોગના સચિવ શ્રી ડી.ડી.કાપડીયા, સભ્‍ય સર્વે શ્રી અમળતાબેન અખિયાં, શ્રી કમલેશભાઈ રાઠોડ અને રાજકોટ જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશની  ઉપસ્‍થિતિમાં રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝન મુજબ અને ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક બાળક ‘સ્‍વસ્‍થ, શિક્ષિત અને સુરક્ષિત' બને તે દિશામાં કાર્યો થઈ રહ્યા છે. બાળકોના ઘડતરમાં આંગણવાડીઓની ભૂમિકા મહત્‍વની છે. જેમાં બાળકોની ૧૦૦% હાજરી અને સંપૂર્ણ પોષણ સુનિヘતિ કરવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દીકરીઓ આત્‍મનિર્ભર, સક્ષમ અને માનસિક રીતે મજબૂત બને તેવા પ્રયાસો થવા જોઈએ, જેથી તેઓ પ્રતિકૂળ પરિસ્‍થિતિનો નીડરતાથી સામનો કરી શકે.

બેઠકને સંબોધતા આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડીયાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યના તમામ જિલ્લાઓને બાળમજૂરી મુક્‍ત, બાળલગ્ન મુક્‍ત અને ચાઇલ્‍ડ ફ્રેન્‍ડલી ગવર્નન્‍સ તરફ લઈ જવાનો સરકારનો નિર્ધાર છે. તેમણે ઉમેર્યું કે, તમામ નાગરિકોએ પોતાની ભૂમિકા સમજીને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ પૂરૂ પાડવું જોઈએ.

બાળકોના ઉત્‍થાન માટે કાર્યરત વિવિધ સંસ્‍થાઓમાં સુરક્ષા વ્‍યવસ્‍થા ચુસ્‍ત રાખવા માટે તમામ સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં રાખવા ચેરમેન દ્વારા સૂચન કરવામાં આવ્‍યું હતું. તેમજ બાળ મજૂરી અને ભિક્ષાવળત્તિના દૂષણને જડમૂળથી ડામવા રાજકોટ શહેર અને જિલ્લામાં મુખ્‍ય હોટસ્‍પોટ વિસ્‍તારોમાં બહારથી બાળકો લાવીને મજૂરી કરાવતા લોકોની યાદી તૈયાર કરી આખી ચેનલને બ્‍લોક કરવા અધ્‍યક્ષસ્‍થાનેથી સૂચના અપાઈ હતી.

રાજકોટ જિલ્લામાં બાળ સંભાળ સંસ્‍થાઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪થી અત્‍યાર સુધીના સમયગાળામાં ૮૪૩ જેટલા બાળકોનું પુનર્વસન કરવામાં આવ્‍યું છે. આ સિદ્ધિ બદલ આયોગે જિલ્લા વહીવટી તંત્ર, બાળ સુરક્ષા એકમ અને સંસ્‍થાઓના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્‍યા હતા.સાથોસાથ જિલ્લામાં ભિક્ષાવળત્તિ સાથે સંકળાયેલા ૩૮૦ જેટલા બાળકોને શોધીને તેઓને શાળાઓમાં પ્રવેશ અપાવી શિક્ષણના મુખ્‍ય પ્રવાહમાં જોડવાની કામગીરીને ચેરમેનશ્રીએ બિરદાવી હતી.

(2:35 PM IST)