હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માધાપર ચોકડી પાસે વોંકળા પરના દબાણો તાલૂકા મામલતદારે હજુ દૂર કર્યા નથીઃ અનેક વખત રજુઆતો છતા પગલા નથી!!
કોંગ્રેસ આગેવાન-એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ કલેકટરને ત્વરિત કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો

રાજકોટ તા.૧૬: શહેરના કોંગ્રેસ આગેવાન અને અગ્રણી એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલાએ કલેકટરને પત્ર પાઠવી રાજકોટ તાલુકાના માધાપર રેવન્યુ સર્વે નં. ૧૧૧ પૈકી ગાંધી સોસાયટી-જામનગર રોડ પાસે કુદરતી પાણીના વહેણ (વોકળાં) ઉપરના ગેરકાયદેસર બાંધકામો દુર કરવા બાબતે. રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામા ન આવતા તાકિદે યોગ્ય કરવા વિનંતિ કરી છે.
પત્રમાં ઉમેર્યુ છે કે ઉપરોકત સ્થળે અમોએ સ્થળ-સ્થિતિના પુરાવા ટી.પી.ના સુચિત વોકળો દર્શાવતા નકશાઓ સાથે રજુઆત કરેલ છે અને ત્યારબાદ અનેક વખત તાલુકા મામલતદારને રૂબરૂ મળી તેમજ ટેલિફોનિક સંપર્ક સાધી અમારી રજુઆત બાબતે ન્યાયોચિત કાર્યવાહી કરવા જણાવેલ પરંતુ મામલતદાર તરફથી અમારી આ જાહેર હિતની રજુઆત પ્રત્યે આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી. ત્યારે વ્યાપક જનહિતને અસર કરતા આ પ્રશ્ન બાબતે ત્વરિત કાર્યવાહી થાય સરકારી જમીનો ઉપરના ગેરકાયદેસર દબાણો દુર થાય અને વર્ષો સુધી સરકારી જમીનો ઉપર દબાણો કરનારા પાસેથી નિયમ અનુસાર દંડનીય રેવન્યુ વસુલાતની કાર્યવાહી થાય તે અંગે આપની કક્ષાએથી ત્વરીત કાર્યવાહી કરવા અમારી પુનઃરજુઆત છે










