<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

નવાગામમાં તમિલનાડુના ડ્રાઇવર ટ્રકમાં સુતા બાદ જાગ્‍યા જ નહિ

ગઇકાલે ટ્રકમાં માચીસ ભરીને આવ્‍યા બાદ આરામ કરવા સુતા અને હાર્ટએટેક આવી ગયો

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ નવાગામમાં નારાયણનગર ટ્રાન્‍સપોર્ટ પાર્કિંગમાં તમીલનાડુના ટ્રકચાલક પ્રોૈઢ ટ્રકમાં સુતા બાદ હાર્ટએટેક આવી જતાં તેમનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ તમીલનાડુના શક્‍તિવેલ પેરૂમલ (ઉ.વ.૫૬) ગઇકાલે ટ્રક લઇ રાજકોટ નવાગામ નારાયણનગર ખાતે આવ્‍યા હતાં. અહિ ટ્રકમાં સુતા હોઇ સવારે નહિ જાગતાં તેની સાથેના અનય ડ્રાઇવર બાલકુમારે બીજા લોકોને બોલાવી ૧૦૮ને જાણ કરી હતી. જો કે તેના તબિબે શક્‍તિવેલને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હાર્ટએટેકથી તેનું મૃત્‍યુ થયાનું તારણ નીકળ્‍યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. ગઇકાલે આ બંને ટ્રકમાં માચીસ ભરીને અહિ આવ્‍યા હતાં.

જેન્‍તીભાઇ રાઠોડનું બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું

બીજા બનાવમાં આજીડેમ ચોકડી કિશાન ગોૈશાળા પાછળ મામા સાહેબ સોસાયટી શેરી નં. ૧૩માં રહેતાં જેન્‍તીભાઇ ઘુસાભાઇ રાઠોડ (ઉ.વ.૫૮) બેભાન થઇ જતાં સિવ્‍લિમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી.

(2:53 PM IST)