<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિકસીત ભારત વર્ઝન સાથે દેશમાં ૩.પ કરોડ નોકરીઓ સર્જવાનું લક્ષ્યઃ રૂા. ૯૯,૪૪૬ કરોડના બજેટ સાથે PM-VBRY યોજના અમલમાં

એક મહિનાનો પગાર મળશેઃ ઇપીએફઓ કમિશ્‍નર સમીરકુમાર યુવાનોને તક, ૧.૯ર કરોડ એવા લાભાર્થીઓ હશે જેઓ પ્રથમ વખત ફોર્મલ સેકટરમાં પ્રવેશ કરશે, મેન્‍યુફેકચરીંગ સેકટરમાં રોજગાર વધારવા બે વર્ષ સુધી સહાય લંબાશે

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈની અધ્‍યક્ષતામાં આજે  નવી દિલ્‍હી ખાતે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.જેને અનુલક્ષીને સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાનાં અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ ખાતે પણ કાર્યક્રમ યોજાશે અને લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે.

આ અંગે કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન પ્રાદેશિક કાર્યાલય, રાજકોટ ખાતે પ્રાદેશિક ભવિષ્‍ય નિધિના કમિશનર શ્રી સમીર કુમારના અધ્‍યક્ષસ્‍થાને  આયજીત પ્રેસ કોન્‍ફરન્‍સમાં શ્રી સમીર કુમારે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) અંગે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આજે નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની હાજરીમાં રાષ્ટ્રીયPM-VBRYકાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર(DBT)દ્વારા દેશનાં  લાભાર્થીઓ ને આશરે રૂ.૨૪૦૦ કરોડની સહાય વિતરણ કરશે.

PM-VBRY હેઠળ આ પ્રોત્‍સાહન વિતરણ દેશનાં ૧૫ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની અપેક્ષા છે. 

નવી દિલ્‍હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમતના કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, શ્રમ અને રોજગાર રાજયમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, શ્રમ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.આ ઉપરાંત દેશભરમાં ૨૦૦ સ્‍થળોએ એક સાથે પ્રાદેશિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે પૈકી રાજકોટ એન્‍જિનિયરિંગ એશોસિએશન, ભક્‍તિનગર સર્કલ ખાતે સંસદ સભ્‍ય શ્રી પરષોત્તમભાઈ રૂપાલાનાં અધ્‍યક્ષ સ્‍થાને કાર્યક્રમ યોજાશે.

 જેમાં મેયરશ્રી નેહલભાઈ શુક્‍લ, ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રીમતી ભાનુબેન બાબરિયા અને શ્રી ઉદય કાનગડ સહિત વરિષ્ઠ અધિકારીઓ, નોકરીદાતાઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહેશે.

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) એ ભારત સરકારની એક મુખ્‍ય રોજગાર-સંલગ્ન પ્રોત્‍સાહન યોજના છે. જેનો ઉદ્દેશ્‍ય ઔપચારિક રોજગારને પ્રોત્‍સાહન આપવા, સંગઠિત કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારાઓને આર્થિક ટેકો આપવા અને નોકરીદાતાઓને વધારાની નોકરીઓ ઊભી કરવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓને એક મહિનાનો પગાર, રૂ. ૧૫ હજાર સુધી મળે છે, જયારે નોકરીદાતાઓને વધારાની રોજગારીનું સર્જન કરવા માટે બે વર્ષ માટે પ્રોત્‍સાહન આપવામાં આવે છે. ઉત્‍પાદન ક્ષેત્ર વધારાના બે વર્ષ માટે વિસ્‍તૃત સહાય માટે પાત્ર છે, જેનાથી શ્રમ-સદ્યન ઉદ્યોગોમાં સતત રોજગાર સર્જનને પ્રોત્‍સાહન મળે છે.

રૂ. ૯૯,૪૪૬ કરોડના કુલ ખર્ચ સાથે, ભ્‍પ્‍-સ્‍ગ્‍ય્‍ળ્‍ બે વર્ષના સમયગાળામાં દેશભરમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખે છે. આમાંથી, આશરે ૧.૯૨ કરોડ લાભાર્થીઓ ઔપચારિક કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે.  તા. ૧ ઓગસ્‍ટ ૨૦૨૫થી ૩૧ જુલાઈ ૨૦૨૭ની વચ્‍ચે સર્જાયેલી નોકરીઓ પર આ યોજના હેઠળના લાભો લાગુ પડે છે. આ યોજના સામાજિક સુરક્ષાને વિસ્‍તૃત કરવા, ગુણવત્તાયુક્‍ત રોજગારને પ્રોત્‍સાહન આપવા, સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે

(2:34 PM IST)