<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ ચોકડીની બાજુમાં સોખડા જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી

ફોટો ફ્રેમ તથા બાજુમાં પ્લાસ્ટિકની ડબ્બી બનાવતા બે કારખાનામાં ભયાનક આગ ભભૂકી: ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ ચોકડીની બાજુમાં સોખડા જીઆઇડીસીમાં આવેલ નિમેષભાઈના ફોટો ફ્રેમ તથા બાજુમાં પ્લાસ્ટિકની ડબ્બી બનાવતા બે કારખાનામાં સાંજે ચારેક વાગ્યાની આસપાસ ભયાનક આગ ફાટી નીકળી છે, જે અત્યારે છ વાગ્યે પણ ભયંકર સ્વરૂપ ધારણ કરી ભભૂકી રહી છે છે. સોખડાના સરપંચ વિજયભાઈ રાઠોડએ અકીલાને જણાવ્યું હતું કે આગ ખૂબ જ ભયંકર અને બેકાબુ છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી ગઈ છે.

(6:29 PM IST)