<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જુની કલેક્‍ટર કચેરી કમ્‍પાઉન્‍ડમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યોઃ મહિલાની ધરપકડ

ગવલીવાડની ઇલાબેન ડાંગરને પકડી ૫૦ હજારના દાગીના કબ્‍જેઃ પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ રાણીંગાની ટીમની કાર્યવાહીઃ તોૈફિકભાઇ જુણાચ, વિરેન્‍દ્રસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૧૮: જૂની કલેકટર કચેરીએ રાશનકાર્ડના કામ સબબ ગયેલા માંડા ડુંગર પાસે નકળંગ સોસાયટીમાં રહેતાં  શારદાબેન અશોકભાઈ દેરોતરા (ઉ.વ.૫૫)ના પર્સની ચોરી થઇ ગઇ હતી. જેમાં સોનાની બુટી રૂા. ૪૮૫૦૦ની અને રૂા. ૧૫૦૦નો દાણો હતાં. પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. જેનો ભેદ ઉકેલી પોલીસે કોટક સ્‍કૂલ પાછળ ગવલીવાડમાં રહેતી એક મહિલાને પકડી ચોરાઉ દાગીના કબ્‍જે કર્યા છે.

શારદાબેન ગત ૧૩/૪/૨૦૨૬ના સવારના દસેક વાગ્‍યા આસપાસ તેઓ જૂની કલેકટર કચેરી ખાતે રાશનકાર્ડના કામ માટે ગયા ત્‍યારે કચેરી કમ્‍પાઉન્‍ડમાં બેઠા હોઇ બાજુમાં પોતાનું પર્સ રાખ્‍યું હતું તે ચોરાઇ ગયું હતું. ભેદ ઉકેલવા ડી. સ્‍ટાફ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ.  તૌફીકભાઈ જુણાચ અને વિરેન્‍દ્રસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઈલાબેન મેરામભાઈ ડાંગર (રહે. વીરમાયા પ્‍લોટ, ગવલીવાડ, રાજકોટ)ને પકડી લઇ તેની પાસેથી ૫૦ હજારના દાગીના કબ્‍જે લીધા હતાં. તેણી પરિવારને મદદરૂપ થવા કારખાનામાં છુટક કામ કરે છે. ૧૩મીએ તે જુની કલેકટર કચેરીએ ગઇ ત્‍યારે મહિલા એકલા બેઠા હોઇ અને તેણે પર્સ બાજુમાં રાખ્‍યું હોઇ નજર ચુકવી ચોરી લીધુ હતું. પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ રવીભાઇ વાઘેલા, હેડકોન્‍સ. જેન્‍તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્‍સ. તોૈફિકભાઇ જુણાચ, વિરેન્‍દ્રસિંહ પરમાર, રિયાઝભાઈ ભીપૌત્રા, વનરાજભાઈ બોરીચા, ચાપરાજભાઈ ખવડ, તૌફિકભાઈ મંઘરા અને વિશ્વજિતસિંહ ઝાલાએ આ કામગીરી કરી છે.

(2:37 PM IST)