News of Wednesday, 7th October 2026
રાજકોટમાં ૮૦ જેટલા સ્પા સેન્ટરો છેઃ સંખ્યાબંધમાં ભગવાન બૂધ્ધના ચિત્રો-ધાર્મિક પ્રતિકોનો દુર ઉપયોગઃ પ્રતિબંધ મૂકો
સમસ્ત રાજકોટ બોૈધ્ધ સમાજનું કલેકટર-પોલીસ કમિશનરને સંયુકત રીતે આવેદન..

રાજકોટ, તા.૭: સમસ્ત બોૈધ્ધ સમાજ રાજકોટે સ્પા અને મસાજ સેન્ટરોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ તથા ભગવાન બુધ્ધના પવિત્ર ચિત્રોના દુરૂપયોગ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે અમે રાજકોટના બોૈધ્ધ ધર્મના અનુયાયીઓ તથા જાગૃત નાગરિકો વતી આ રજૂઆત કરીએ છીએ કે રાજકોટ સહિત ગુજરાતમાં કેટલાક સ્પા અને મસાજ સેન્ટરોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની ફરીયાદો સામે આવે છે.
અમારી ખાસ રજુઆત એ છે કે કેટલાક સ્પા/મસાજ સેન્ટરોમાં ભગવાન બુધ્ધના ચિત્રો, ધમ્મચક્ર, સ્વસ્તિક વગેરે પવિત્ર ધાર્મિક પ્રતીકોને અયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે બોૈધ્ધ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.
અમારી રજૂઆત કોઇ વ્યકિત, સંસ્થા કે વ્યવસાય વિરૂધ્ધ પૂર્વગ્રહપૂર્વકનો આરોપ મૂકવા માટે નથી. કાયદાનું પાલન થાય, ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકે તથા ભગવાન બુધ્ધ અને તમામ ધાર્મિક મહાપુરૂષોના પવિત્ર ચિત્રો અને પ્રતીકોનું સન્માન જળવાઇ રહે તે જાહેર હિતના હેતુથી આ રજૂઆત કરવામાં આવે છે.અમાારી માંગણીઓ છેઃ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા સ્પા/મસાજ સેન્ટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે ભગવાન બુધ્ધના ચિત્રો તથા અન્ય પવિત્ર ધાર્મિક પ્રતિકોના દુરૂપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવે સમગ્ર ગુજરાતમાં સ્પા અને મસાજ સેન્ટરો માટે સ્પષ્ટ સોપ તથા નિયમો બનાવવામાં આવે. સ્થાનિક તંત્ર દ્વારા આવ સેન્ટરોની નિયમિત તપાસ કરવામાં આવે રાજકોટમાં ૮૦ જેટલા સ્પા સેન્ટરો આવેલ છે
(4:01 PM IST)










