<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઓનલાઇન દવા વેચાણ અંગે કોઇ સ્‍પષ્‍ટ જોગવાઇ નથી..છતા કંપનીઓ વર્ષોથી બેરોકટોક દવાઓ વેચે છે

માન્‍ય ઇ-પ્રિસ્‍ક્રિપ્‍શન વિના દવાઓના વેચાણ-ડિલીવરી ઉપર પ્રતિબંધ મૂકોઃ તાત્‍કાલીક અને સખત પગલા ભરો... વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદન પાઠવતુ રાજકોટ કેમિસ્‍ટ એસોસીએશન...

રાજકોટ કેમિસ્‍ટ એસો.એ કલેકટરને આવેદન પાઠવ્‍યું  તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૨૦:ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ઓનલાઇન દવાઓના વેચાણ (ઈ-ફાર્મસી) અને તેનાથી ઉભા થતા સ્‍વાસ્‍થ્‍યના જોખમોના વિરોધમાં આજે, ‘રાજકોટ કેમિસ્‍ટ એસોસિએશન' દ્વારા એક દિવસીય પ્રતીક હડતાળ પાળવામાં આવી છે. ઓનલાઇન ફાર્મસીના દૂષણને ડામવા માટે તંત્રની નિષ્‍ક્રિયતા સામે રોષ વ્‍યક્‍ત કરતા કેમિસ્‍ટ એસોસિએશને કલેક્‍ટર અને સંબંધિત સત્તાધીશો મારફતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને એક વિસ્‍તળત આવેદનપત્ર પાઠવી તાત્‍કાલિક દરમિયાનગીરી કરવા માંગ કરી હતી.

ઓલ ઈન્‍ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગિસ્‍ટ્‍સ અને ગુજરાત સ્‍ટેટ કેમિસ્‍ટ્‍સ એન્‍ડ ડ્રગિસ્‍ટ્‍સ એસોસિએશનના આહવાનને પગલે રાજકોટ જિલ્લાના તમામ કેમિસ્‍ટો આ હડતાળમાં જોડાયા છે. આવેદનપત્રમાં સ્‍પષ્ટપણે જણાવાયું છે કે, ‘ડ્રગ્‍સ એન્‍ડ કોસ્‍મેટિક્‍સ એક્‍ટ ૧૯૪૦' અને ‘રૂલ્‍સ ૧૯૪૫' હેઠળ ઓનલાઇન દવા વેચાણ અંગે કોઈ સ્‍પષ્ટ જોગવાઈ ન હોવા છતાં, ઘણી કંપનીઓ વર્ષોથી બેરોકટોક દવાઓ વેચી રહી છે. યોગ્‍ય તબીબી પરામર્શ વિના નકલી ઇ-પ્રિસ્‍ક્રિપ્‍શન દ્વારા થતી દવાઓની હોમ ડિલિવરી કરોડો દર્દીઓના સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા સામે મોટો ખતરો ઉભો કરી રહી છે.

ઓનલાઇન પ્‍લેટફોર્મ્‍સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે અપાતા ભારે વળતર  અને પ્રિડેટરી પ્રાઈસિંગ  નીતિના કારણે દેશભરના લાખો લાયસન્‍સ ધારક નાના કેમિસ્‍ટોના અસ્‍તિત્‍વ પર સંકટ ઉભું થયું છે. એસોસિએશને જણાવ્‍યું છે 2018નું GSR 817(E) નોટિફિકેશન હવે અપ્રસ્‍તુત છે, તેમજ કોવિડ મહામારી દરમિયાન લાવવામાં આવેલા GSR 220(E) નોટિફિકેશનનો હાલમાં સામાન્‍ય સંજોગોમાં ઓનલાઇન પ્‍લેટફોર્મ્‍સ દ્વારા ભારે દુરુપયોગ થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં કેન્‍દ્ર સરકાર કે સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્‍યા નથી.

રાજકોટ કેમિસ્‍ટ એસોસિએશનની મુખ્‍ય માંગણીઓમાં ગેરકાયદેસર ઓનલાઇન દવાઓના વેચાણ સામે તાત્‍કાલિક અને સખત પગલાં લેવામાં આવે. માન્‍ય અને ચકાસાયેલા  ઈ-પ્રિસ્‍ક્રિપ્‍શન વિના દવાઓના વેચાણ અને ડિલિવરી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે. GSR 817(E)  અન GSR 220(E) નોટિફિકેશન તાત્‍કાલિક પાછા ખેંચવામાં આવે. ઓનલાઇન પ્‍લેટફોર્મ્‍સ દ્વારા બજાર તોડવા માટે કરાતી ‘પ્રિડેટરી પ્રાઈસિંગ' નીતિ પર રોક લગાવવામાં આવે. ફાર્માસ્‍યુટિકલ સેક્‍ટરમાં કેમિસ્‍ટો હંમેશા કરોડરજ્જુ સમાન રહ્યા છે અને કોવિડ મહામારીમાં પણ અવિરત સેવા આપી છે, ત્‍યારે જાહેર સ્‍વાસ્‍થ્‍ય અને દર્દીઓની સુરક્ષાના બળહદ હિતમાં આ મુદ્દે તાત્‍કાલિક નિકાલ લાવવો અત્‍યંત જરૂરી છે. આ મેમોરેન્‍ડમ રાજકોટ કેમિસ્‍ટ એસોસિએશનના પ્રમુખ  મયુરસિંહ સી. જાડેજા, માનદ મંત્રી  અનિમેષભાઈ એમ. દેસાઈ અને ઉપપ્રમુખ  બાબુલાલ એમ. ભુવાની સહી સાથે સુપરત કરવામાં આવ્‍યું હતું.

આવેદનપત્ર આપતી વખતે કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટના હ

ોદેદારો-કારોબારી સભ્‍યો, મયુરસિંહ જાડેજા અનિમેષભાઇ દેસાઇ, બાબુલાલ ભુવા, સત્‍યેનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, મુકેશભાઇ કોયાણી, અમિતભાઇ મજીઠીયા, અંકિતભાઇ કાછેલા, દિપકભાઇ પટેલ, જગદીશભાઇ તરપડા, જયેશભાઇ કાલરીયા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા જે તસ્‍વીરમાં દૃશ્‍યમાન થાય છે.

(3:17 PM IST)