<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મનપા ચૂંટણી બાદ ફુડ શાખામાં ધમધમાટઃ ૭૧ કિલો વાસી ખોરાકનો નાશઃ ૩૦ હજારથી વધુનો વહિવટી ચાર્જ વસુલ્‍યો

મસાલા-દુધ-કુકીઝ સહિત કુલ ૩૮ નમુના લેવાયાઃ એનાલોગ ફુડની રેસ્‍ટોરન્‍ટ, કેટરર્સ, રેકડી ધારકો, ફેરીયા, હોટલમાં જાહેરાત અંગે ચેકીંગ

રાજકોટ તા.૧: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા જાહેર કરેલ એડ્‍વાઇઝરી અનુસંધાને રાજકોટ  શહેરમાં ફૂડ સર્વિસિસ (હોટલ, રેસ્‍ટોરન્‍ટ, કેટરર્સ, ફેરિયા તથા રેકડી ધારકો વગેરે)  ધરાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરોનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ.

જે અનુસંધાને શુદ્ધ ડેરી ઉત્‍પાદનોમાથી બનતા પનીર, ચીઝ વગેરેની જગ્‍યાએ ડેરી એનાલોગ -વેજીટેબલ ફેટ/પ્રોટીન(વનસ્‍પતિ જન્‍ય) નો ઉપયોગ કરીને પીરસવામાં આવતી ‘‘પનીર ટીકા મસાલા'', ‘‘પનીર બટર મસાલા''વગેરે જેવી વાનગીઓમાં ઉપયોગ થતો જોવા મળેલ છે.  આવી પ્રવળતિથી ગ્રાહકોને ગુણવતાવાળી  ખાદ્યચીજ મળતી નથી તેમજ ગ્રાહકો ભ્રમિત થાય છે.

ઉપરોક્‍ત બાબતે પેકેજડ પનીર અને ડેરી એનાલોગના ઉત્‍પાદક, વેચાણ વિતરણ તથા વપરાશકર્તાં એકમોને સૂચિત કરવામાં આવે છે કે કોઈપણ વેજીટેબલ ફેટ/પ્રોટીન (વનસ્‍પતિ જન્‍ય) એનાલોગૅને પનીર તરીકે વેચાણ કરી શકાશે નહિ તેમજ ફૂડ સેફ્‌ટી & સ્‍ટાન્‍ડર્ડસ (Labelling & Display) રેગ્‍યુલેશન-૨૦૧૮ મુજબ પનીર, દૂધ, દહી, ચીઝ, બટર, ઘી વગેરે પર ૅડેરીૅ શબ્‍દને  નોન ડેરી પ્રોડક્‍ટસ માટે વાપરી શકાશે નહિ.

તેમજ ફૂડ સર્વિસિસ (હોટલ, રેસ્‍ટોરન્‍ટ, કેટરર્સ, ફેરિયા તથા રેકડી ધારકો વગેરે) ધરાવતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ નાગરિકો/ગ્રાહકો જોઈ શકે તે રીતે મેનુંમાં/યોગ્‍ય જગ્‍યાએ દર્શાવેલ બોર્ડમાં ઉપયોગ કરાતા પનીર અથવા એનાલોગના ઉપયોગની જાહેરાત ફરજિયાત કરવાની રહેશે તેમજ ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલનો પ્રકાર તથા અન્‍ય  ડેરી પ્રોડક્‍ટ બટર/માખણ અથવા ફેટ સ્‍પ્રેડ/માર્ગારીન ની જાહેરાત ફરજિયાત કરવાની રહેશે.

 ઉપરોક્‍ત વિગતોના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૫૯ પેઢી પાસેથી રૂ.૩૦,૭૦૦  નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ ૧૦ પેઢીમાથી કુલ મળી ૭૧ કિલો વાસી અખાદ્ય ચીજોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ.

વહીવટી ચાર્જ વસૂલાત

મી.ચિકન -ભિલવાસ રોડ, સદર પાસે, એ-૧ કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે, હુસેની કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે, બિસમીલ્લાહ કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે, કર્ણાવતી તોક્‍સ -કનક રોડ, PGVCL પાસે, વાઘેશ્વરી પંજાબી ્રૂ ચાઇનીઝ -કનક રોડ, ફાયરબ્રિગેડની સામે, હીના ફેમિલી રેસ્‍ટોરન્‍ટ -કનક રોડ, ફાયરબ્રિગેડની સામે, ઠાકોરજી રેસ્‍ટોરન્‍ટ & હોટલ કનક રોડ, ફાયરબ્રિગેડની સામે, માધવ ડાયનીંગ હૉલ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા, જય જલારામ રેસ્‍ટોરન્‍ટ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા, બંસીધર રેસ્‍ટોરન્‍ટ -એસટી બસપોર્ટ પાછળ કરણપરા, મમતા ડાયનિંગ હૉલ  -એસટી બસપોર્ટ પાછળ કરણપરા, જય અંબે અલ્‍પાહાર -એસ.ટી. બસપોર્ટ પાછળ કરણપરા, શ્રી ચાઇનીઝ &  ફાસ્‍ટફૂડ -એસ.ટી. બસપોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ, કનક રોડ, વિનય રેસ્‍ટોરન્‍ટ  -એસ.ટી. બસપોર્ટ પાછળ, કનક રોડ, બાલાજી નકીન & સ્‍વીટ  -ગોંડલ રોડ વિજય પ્‍લોટ કોર્નર, શ્રી રામ પંજાબી & ચાઇનીઝ -ગોંડલ રોડ, માલવિયા વળદ્ધાશ્રમ સામ, ભાગ્‍યલક્ષ્મી રેસ્‍ટોરન્‍ટ -દોશી હોસ્‍પિટલ મેઇન રોડ ગોંડલ રોડ, જય બાલાજી રેસ્‍ટોરન્‍ટ -દોશી હોસ્‍પિટલ મેઇન રોડ, ગોંડલ રોડ, આર. આર. ફાસ્‍ટ ફૂડ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ, આર. આર. પાન & હોટેલ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ, સોમનાથ ચાઇનીઝ & પંજાબી -સ્‍વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ, સૂર્યોદય રેસ્‍ટોરન્‍ટ & કાફે -RMC વેસ્‍ટ ઝોન સામે, ચંદ્રેશ નગર રોડ, નીલકંઠ રેસ્‍ટોરન્‍ટ -મારુતિ ચોક, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, રજનીકાંત મદ્રાસ કાફે & રેસ્‍ટોરન્‍ટ  -મારુતિ ચોક પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, હનુમંત કાફે -સત્‍ય સાઇ હોસ્‍પિટલ સામે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, ક્રિષ્‍ના ચાઇનીઝ & પંજાબી -સત્‍ય સાઇ હોસ્‍પિટલ પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, થીયા ઓર્ગેનિક્‍સ -સત્‍ય સાઇ હોસ્‍પિટલ પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, પટેલ નાસ્‍તા સેન્‍ટર -સત્‍ય સાઇ હોસ્‍પિટલ પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, મેગી ફોરએવર -સત્‍ય સાઇ હોસ્‍પિટલ પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, જાની લોચો ્રૂ ખમણ -રામકળષ્‍ણ નગર મેઇન રોડ, યાજ્ઞિક રોડ, જલારામ વડાપાઉં & ફાસ્‍ટ ફૂડ -શુભમ કોમ્‍પ્‍લેક્‍સ, ભૂપેન્‍દ્ર રોડ, બાપાસીતારામ આલૂપુરી & ખાવસા -શુભમ કોમ્‍પ્‍લેક્‍સ, ભૂપેન્‍દ્ર રોડ, શ્રી રાધેશ્‍યામ ડેરીફાર્મ -ગરુડ ગરબી ચોક, રામનાથપરા, અનામ ઘૂઘરા -ભાવનગર રોડ-પેડક રોડ કોર્નર, તિરુપતિ સેન્‍ડવિચ -પટેલવાડી સામે, પેડક રોડ, દેશી સ્‍પૂન રેસ્‍ટોરન્‍ટ -ફામ હોટેલ ઉપર, પેડક રોડ, સદગુરુ બ્રેડ & ફાસ્‍ટફૂડ  -ટાગોર સ્‍કૂલ સામે, પેડક રોડ, વેફલ ડોટ કોમ -ટાગોર સ્‍કૂલ સામે, પેડક રોડ, સિદ્ધિ વડાપાઉં & સમોસા -ટાગોર સ્‍કૂલ સામે, પેડક રોડ, ત્રિલોક ખમણ & ફાસ્‍ટ ફૂડ -બાલક હનુમાન ચોક, આશ્રમ રોડ, મોર્ડન ચાઇનીઝ & પંજાબી -બાલક હનુમાન ચોક, આશ્રમ રોડ, ભાગ્‍યોદય રેસ્‍ટોરન્‍ટ -રણછોડદાસજી આશ્રમ સામે, કુવાડવા રોડ, ગાયત્રી મદ્રાસ કાફે -પેટ્રોલ પંપ સામે, કુવાડવા રોડ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ, તોક એન્‍ડ સેઈક -કિશનપરા ચોક, કેફેટો (CAFFATTO) -કિશનપરા રોડ, ક્‍લાઉડ ૯૯  -કિશનપરા રોડ, નેમીશ સેન્‍ડવિચ -કિશનપરા રોડ, ટેસ્‍ટ ઓફ એગ -કિશનપરા રોડ, રાજૂ મદ્રાસ કાફે -કિશનપરા રોડ, સદગુરુ ફેમિલી રેસ્‍ટોરન્‍ટ -કિશનપરા રોડ, કિરણ લાઈવ પફ  -કાલાવડ રોડ, પોમોઝ પીઝા -કાલાવડ રોડ, રૂસી મદ્રાસ કાફે -ઇન્‍દિરા સર્કલ, અંજલી ચાઇનીઝ & પંજાબી -ઇન્‍દિરા સર્કલ, શ્રીમાં પાઉંભાજી & પુલાવ -ઇન્‍દિરા સર્કલ, પટેલ ડાઈનિંગ હૉલ -સત્‍ય સાઇ હોસ્‍પિટલ પાસે, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ, સાઇઝ ઝીરો -અક્ષર માર્ગ, કાલાવડ રોડ, ફીલ ઇન ચાઇનીઝ & ફાસ્‍ટફૂડ -વોકહાર્ટ હોસ્‍પિટલ સામે,કાલાવડ રોડ. પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવ્‍યો હતો.

૭૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

જયારે એ-૧ કેટરર્સ -નુતન પ્રેસ રોડ સદર પાસે -૮ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ, કર્ણાવતી તોક્‍સ -કનક રોડ, PGVCL પાસે -૫ કિલો અખાદ્ય વાસી બેકરી પ્રોડક્‍ટસ, વાઘેશ્વરી પંજાબી & ચાઇનીઝ -કનક રોડ, ફાયર બ્રિગેડની સામે -૩ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ નો નાશ, ઠાકોરજી રેસ્‍ટોરન્‍ટ & હોટલ કનક રોડ, ફાયરબ્રિગેડની સામે -૬ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ, શ્રી ચાઇનીઝ ્રૂ ફાસ્‍ટફૂડ -એસ.ટી. બસપોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ, કનક રોડ-૪કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો નાશ, આર.આર. પાન & હોટલ -માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ -૫ લીટર વાસી લસ્‍સી, સોમનાથ ચાઇનીઝ & પંજાબી -સ્‍વામિનારાયણ ચોક, અંબાજી કડવા પ્‍લોટ મેઇન રોડ -૧૪ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ ડેરી પ્રોડક્‍ટસનો, નીલકંઠ રેસ્‍ટોરન્‍ટ -મારુતિ ચોક, સત્‍ય સાઈ હોસ્‍પિટલ મેઇન રોડ -૩ કિલો વાસી બાંધેલો લોટ, સાઇઝ ઝીરો -અક્ષર માર્ગ, કાલાવડ રોડ -૨૨ કિલો અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડનો ના, ફીલ ઇન ચાઇનીઝ & ફાસ્‍ટફૂડ -વોકહાર્ટ હોસ્‍પિટલ સામે,કાલાવડ રોડ ખાતેથી -૦૧  કિલો એક્‍સપાયરી બ્રેડનો નાશ કરવામાં આવ્‍યો હતો.

મસાલા- દુધ સહિત

૩૮ નમુના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ કુલ ૩૮ નમૂના લેવામાં આવેલ. જેમાં ધાણી(લૂઝ) તથા જીરું (લૂઝ) મહેતા મસાલા ભંડાર (મંડપ), મેલડી માતાના મદિર પાસે, પેડક રોડ,  હળદર આંબો (લૂઝ): પંચસરા મસાલા ભંડાર,(મંડપ),રાધિકા મસાલા માર્કેટ, જકાતનાકા પાસે, મોરબી રોડ,  મેથી (લૂઝ): માં શક્‍તિ મસાલા ભંડાર (મંડપ), માં શક્‍તિ મસાલા માર્કેટ, જકાતનકા પાસે, મોરબી રોડ, ભેસનું દૂધ (લૂઝ) સંત કળપા ડેરી,ૅસંતોષૅ,તિરુપતિ પાર્ક,૧/૨ પુનિત નગર પાછળ, મવડી,  ડબલ સેવન ચટણી પાવડર ( ૫૦૦ જી પેકડ):, ડબલ સેવન હળદર   પાવડર ( ૫૦૦ g pkd):  ડબલ સેવન ધાણા જીરું   પાવડર ( ૫૦૦ g pkd), ડબલ હાથી ચટણી   પાવડર ( ૫૦૦ g pkd): સ્‍થળ -જલારામ માર્કેટિંગ, ૅઅંશૅ, જે.કે. પાર્ક શેરી નં ૨A, જે.કે. પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, ડબલ હાથી ધાણા જીરું  પાવડર ( ૫૦૦ g pkd): સ્‍થળ -જલારામ માર્કેટિંગ, ૅઅંશૅ, જે.કે. પાર્ક શેરી નં ૨ખ્‍, જે.કે. પાર્ક મેઇન રોડ, રૈયા રોડ,  તથા ડબલ હાથી સુપર હળદર પાવડર ( ૫૦૦ g pkd): સ્‍થળ -જલારામ માર્કેટિંગ, અંશ, જે.કે. પાર્ક શેરી નં ૨A, જે.કે. પાર્ક મેઇન રોડ, રૈયા રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

જયારે લાલ મરચાં પાવડર (લૂઝ) , હળદર પાવડર (લૂઝ) તથા ધાણાજીરું પાવડર (લૂઝ): સ્‍થળ -અમળતલાલ ્રૂ સન્‍સ (ઉત્‍પાદક પેઢી), પ્‍લોટ નં ૪૪ &૪૫, સુપ્રીમ કેમિકલની બાજુમાં, વાવડી,ગોંડલ રોડ,  હળદર આખી (લૂઝ)-રઘુવંશી મસાલા, શ્રી ખોડિયાર મસાલા માર્કેટ, સ્‍ટર્લીંગહોસ્‍પિટલ સામે, ૧૫૦ઁ ફૂટ રિંગ રોડ, જીરું આખુ (લૂઝ) શ્રી યમુનાજી મસાલા ભંડાર, શ્રી ખોડિયાર મસાલા માર્કેટ, સ્‍ટર્લીંગહોસ્‍પિટલ સામે, ૧૫૦ઁ ફૂટ રિંગ રોડ, હાથી - હળદર પાવડર -રાજાપુરી (૫૦૦ g pkd) હાથી -ચીલી પાવડર -કાશ્‍મીરી (૫૦૦ g pkd): તથા  હાથી - રાય (૫૦૦ g pkd): સ્‍થળ - સુધીર & કં, હાથી મસાલા, પરા બજાર, ગોળપીઠ ચોક, વરિયાળી  (લૂઝ):  મેથીના કુરિયા (લૂઝ) ભગવતી મસાલા ભંડાર, ખોડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્‍ડીંગ પાસે, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા છે.

ઉપરાંત જીરું (લૂઝ) તથા  મેથી(લૂઝ) શ્રીયમુનાજી મસાલા ભંડાર (મંડપ), ખોડિયાર મસાલા માર્કેટ, જેસલ બિલ્‍ડીંગ પાસે, ર્સ્‍ટલિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ,  હળદર પાવડર (લૂઝ):  મરચું પાવડર (લૂઝ): સ્‍થળ - મહાવીર મસાલા માર્કેટ, પ્‍લોટ નં ૨૬૨, મેહુલ નગર ૨, નીલકંઠ સિનેમાની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ. ગૂડલાઈફ -કાળા તલ (૧૦૦g pkd):  કેચ  -રેડ ચીલી પાવડર  (૨૦૦g pkd): ધાણા પાવડર (૨૦૦g pkd):  સુહાના રેડ ચીલી પાવડર (૫૦૦g pkd):, સુહાના હળદર  પાવડર (૫૦૦g pkd): સુહાના ધાણા પાવડર (૫૦૦g pkd): ગૂડલાઈફ ચીલી પાવડર (૫૦૦g pkd):  ગૂડલાઈફ હળદર પાવડર (૫૦૦g pkd): ગૂડલાઈફ ધાણા પાવડર (૫૦૦g pkd): સ્‍થળ -રીલાયન્‍સ રિટેલ લી., રીલાયન્‍સ માર્કેટ, બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા ચોક પાસેથી સેમ્‍પલ લેવાયા હતા.

સાથે જ જામ રોલ કુકીઝ (૨૩૦ g pkd): કાનહાઇ ફૂડઁસ. લીમિટેડ ( કભી બે બેકરી), બ્‍લોક નં L32,g.f હાઉસિંગ બોર્ડ, અક્ષર માર્ગ, હળદર પાવડર (લૂઝ) ખોડિયાર મસાલા બજાર, ફેસ્‍ટિવલ મોલ, આઝાદ ચોક, ગણેશ પેટ્રોલિયમની સામે, રૈયા રોડ,  રાઈ (લૂઝ): તથા મરચું પાવડર (લૂઝ): કરણ મસાલા માર્કેટ,(મંડપ), કલ્‍યાણ કોમ્‍પ્‍લેક્‍સની બાજુમાં આઝાદ ચોક પાસે, રૈયા રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યાહતા

(3:23 PM IST)