<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

‘બંધ' રમતાં હતા, પોલીસે આંખો ‘ખોલી' નાખીઃ જુગારના ત્રણ દરોડામાં ર૮ પત્તાપ્રેમી ગીરફતાર

પત્તા ટીંચતા પકડાયેલામાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ : એલ.સી.બી. ઝોન-ર, માલવીયાનગર અને આજીડેમ પોલીસનાં વર્ધમાનનગર, આંબેડકરનગર અને ગોકુલ પાર્કમાં દરોડાઃ ૧.૪ર લાખની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૮: શહેરમાં સાતમ-આઠમના તહેવાર બાદ પણ જુગારનું દુષણ અટકવાનું નામ લેતું નથી. પોલીસે વધુ ત્રણ સ્‍થળે દરોડા પાડી ર૮ પત્તાપ્રેમીને ઝડપી લીધા હતા. જેમાં એલ.સી.બી. ઝોન-ર ની ટીમે વર્ધમાનનગરમાં ફલેટમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત ૮ને, માલવીયાનગર પોલીસે આંબેડકરનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧પને અને આજીડેમ પોલીસે ગોકુલ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા પાંચને પકડી કુલ રૂા. ૧.૪ર લાખની રોકડ કબ્‍જે કરી હતી.

એલ.સી.બી. ઝોન-ર ના પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડ કોન્‍સ્‍ટેબલ સત્‍યજીતસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, યુનિવર્સિટી પોલીસનાં હેડ કોન્‍સ્‍ટેબલ નેહલબેન મેતા સહિતના સ્‍ટાફે નવા ૧પ૦ ફુટ રીંગ રોડ પર એસ.આર.પી. કેમ્‍પ નજીક વર્ધમાનનગરમાં વર્ધમાન એપાર્ટમેન્‍ટમાં રહેતા વૈશાલીબેન કાંતીભાઇ ગોહેલ (ઉ.વ.૩ર)ના ફલેટમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા વૈશાલીબેન ઉપરાંત આરતીબેન કેયુરભાઇ ભટ્ટ (ઉ.વ. ૩૪, રહે. વર્ધમાન વીંગ-ઈ, નાગેશ્‍વર, જામનગર રોડ), જીજ્ઞાબેન મહેશભાઇ પંખાણીયા (ઉ.વ. ૩૯, રહે. મનહરપુર-૧, જામનગર રોડ), અલ્‍પાબેન આશિષભાઇ મારડીયા (ઉ.વ. ૩ર, રહે. ફોરચ્‍યુનિયા ગાર્ડનીયા ફલેટ, પટેલ ચોક, નાગેશ્‍વર), હેતલબેન રાજેશભાઇ ખંડેરીયા (ઉ.વ. ૪૪, રહે. ભારતીનગર શેરી નં. ૩, રામાપીર ચોકડી પાસે), અહેમદ રફિકભાઇ ભૈયા (ઉ.વ. ૩૮, રહે. ઘાંચીવાડ, શેરી નં. ૭, જિલ્લા ગાર્ડન ચોક), ફરીદ યુસુફખાન પઠાણ (ઉ.વ. ર૮ રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ, રેલનગર) અને અકરમ રફિકભાઇ દાઉદાણી (ઉ.વ. રપ, રહે. ઘાંચીવાડ શેરી નં. ૭, જીલ્લા ગાર્ડન ચોક) ને પકડી લઇ રૂા. ર૪,૭પ૦ની રોકડ કબ્‍જે કરી હતી.

બીજા દરોડામાં માલવીયાનગર પોલીસના પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં એએસઆઇ કે. કે. નિકોલા, કેતનભાઇ શેખલીયા, હેડ કોન્‍સ્‍ટેબલ કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ્‍ટેબલ મનીષભાઇ સોઢીયા સહિતના સ્‍ટાફે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા વાલજીભાઇ ભલાભાઇ ગોહેલ (રહે. આંબેડકરનગર શેરી નં. પ રામાપીરના મંદિરની બાજુમાં ગોંડલ રોડ), રાકેશ સુરેશભાઇ ચૌહાણ (રહે. જનકપુરી સોસાયટી સાધુવાસવાણી રોડ), રાહુલ પ્રતાપભાઇ ઠાકોર (રહે. ડાયમંડ સોસાયટી ગોહીલરાજ પેટ્રોલ પંપની પાછળ મેટોડા જીઆઇડીસી), પ્રવીણ હરજીભાઇ જાદવ (રહે. આસ્‍થા ભવાની નગર શેરી નં. ૩, રપ વારીયા આસ્‍થા ચોકડી પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ), અજય દીનેશભાઇ રાખશીયા (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૪, ૧પ૦ ફુટ રીંગ રોડ), વીજય હીરાભાઇ બાબરીયા (રહે. આંબેડકર નગર શેરી નં. ૯, ૧પ૦ ફુટ રીંગ રોડ), હાર્દીક રમેશભાઇ બદીયાણી (રહે. સુર્યદેવ સોસાયટી શેરી નં. પ કોઠારીયા મેઇન રોડ), અજય હીરજીભાઇ બાબરીયા (રહે. આંબેડકરનગર શેરી નં. ૯, ૧પ૦ ફુટ રીંગ રોડ), અંકીત જગદીશભાઇ મકવાણા (રહે. જશરાજનગર શેરી નં. ૩, ૧પ૦ ફુટ રીંગ રોડ), જયદિપ જેરામભાઇ પરમાર (રહે. આંબેડકરનગર શેરી નં. ૧ ગોંડલ રોડ), નીમેશ મગનભાઇ પરમાર (રહે. આંબેડકરનગર શેરી નં. ૬, ગોંડલ રોડ), રાહુલ જયંતીભાઇ મકવાણા (રહે. આંબેડકર નગર શેરી નં. ૧૧ ગોંડલ રોડ), અજય બીપીનભાઇ પરમાર (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૩, ગોંડલ રોડ), આશીષ રમેશભાઇ ચંદ્રપાલ (રહે. આંબેડકર નગર શેરી નં. ૪, ગોકુલ ધામ મેઇન રોડ), અને ભાવેશ કેશુભાઇ મુછડીયા (રહે. આંબેડકરનગર શેરી નં. ૬, ગોકુલધામ મેઇન રોડ)ને રૂા. ૧,૦૩,૦૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

 ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસનાં પીએસઆઇ વી. જી. ડોડીયા, હેડ કોન્‍સ્‍ટેબલ પિયુષભાઇ ચિરોડીયા સહિતના સ્‍ટાફે રાજકોટની ભાગોળે જુના મહિકા રોડ પર ગોકુલ પાર્કમાં જાહેરમાં જુગાર રમતાં યાસીનખાન મોહબ્‍બતખાન પઠાણ (ઉ.વ. પ૩ રહે. સાગરનગર મેઇન રોડ), મોસીન રહીમભાઇ પઠાણ (ઉ.વ. ૪૦, રહે. હા. બોર્ડ કવાર્ટર, દુધસાગર રોડ), કિશોર અમરશીભાઇ મેર (ઉ.વ. ૪૦, રહે. ગોકુલ પાર્ક, જુના મહિલા રોડ), આરીફ હબીબભાઇ પઠાણ (ઉ.વ. ૩૮, રહે. હા. બોર્ડ કવાર્ટર, દુધ સાગર રોડ), અને સલીમ વલીભાઇ શેખ (ઉ.વ. ર૯ રહે. વેરાગીવાળ, ખાખી શાહપીરની દરગાહ પાસે, ધોરાજી)ને પકડી રૂા. ૧૪,૬પ૦ની રોકડ કબ્‍જે કરી હતી.

(2:48 PM IST)