<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

આંબાભાઈ માનવસેવા ચેરિટેબલ ટ્રસ્‍ટ અને મેઘવાળ સમાજ દ્વારા ૨૩મીએ ત્રીજો ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવ યોજાશે

રાજકોટના તરઘડિયા ચોકડી પાસે આવેલી સિદ્ધાર્થ ગૌશાળા ખાતે ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે : વિશ્વશાંતિ અને ગૌશાળા પરિવારના કલ્‍યાણ અર્થે યજ્ઞ-હવનનું પણ આયોજન

રાજકોટ : સમાજમાં એકતા, સેવાભાવના અને કન્‍યા કલ્‍યાણની પરંપરાને વધુ મજબૂત કરવાના આશય સાથે રાજકોટમાં આગામી સમયમાં એક ભવ્‍ય સામાજિક અને ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. આંબાભાઈ માનવસેવા ચેરિટેબલ એન્‍ડ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ તેમજ વોર્ડ નં. ૧૫ મેઘવાળ સમાજ દ્વારા સંયુક્‍ત રીતે ત્રીજો ભવ્‍ય સમૂહ લગ્નોત્‍સવ આગામી તા. ૨૩ શનિવારના રોજ યોજાશે. આ મંગલમય અવસરે મેઘવાળ સમાજની ૧૧ દીકરીઓ વૈદિક મંત્રોચ્‍ચાર સાથે ભવ્‍ય અને સાંસ્‍કારિક વાતાવરણમાં પ્રભુતામાં પગલાં પાડશે.

આ સમૂહ લગ્નોત્‍સવનું આયોજન રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા ચોકડી, ત્રિમંદિરની સામે આવેલી શ્રી સિદ્ધાર્થ ગૌશાળા ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે સિદ્ધાર્થ ગૌશાળાના મહંત શ્રી હરિહરાનંદ ગીરી બાપુ (ગુરુશ્રી ૧૦૦૮ જગતગુરુ સ્‍વામી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહેન્‍દ્રાનંદગીરીજી મહારાજ - જુના અખાડા, જુનાગઢ) આશીર્વચન પાઠવશે. કરીયાવરમાં દીકરીઓને ૪પ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.

આ મંગલમય અવસરે શ્રી સિદ્ધાર્થ ગૌશાળા અને શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર દ્વારા ગૌશાળા પરિવારના કલ્‍યાણ તેમજ વિશ્વશાંતિ માટે સવારે ૯ કલાકે ભવ્‍ય યજ્ઞ હવનનું સવિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ ગંગેશ્વરાનંદ પીઠાધિશ્વર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહેન્‍દ્રાનંદ ગીરીજી મહારાજના હસ્‍તે આ યજ્ઞ સંપન્ન કરવામાં આવશે.

આ સમગ્ર લગ્ન વિધિ આચાર્ય રમેશભાઈ ગેડીયા (શાષાીજી) દ્વારા શાષાોક્‍ત પદ્ધતિથી સંપન્ન કરાવવામાં આવશે. લગ્નોત્‍સવ દરમિયાન દીકરીવાળા તરફથી કંસાર લાવવાનો રહેશે. જ્‍યારે વિદાય પ્રસંગે કવિરાજ પોપટભાઈ ગેડીયા (રાજપરા) પોતાની પ્રસ્‍તુતિ આપશે. આ ઉપરાંત લોકગાયિકા રાબડીયા આશા (મોરબી) દ્વારા લગ્નગીતોની રમઝટ બોલાવવામાં આવશે.

શિલાસ્‍મિત એજ્‍યુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ (ગુજરાત પ્રદેશ - એનએસયુઆઇ) નરેન્‍દ્રભાઈ સોલંકી તરફથી સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓને સરકારશ્રીની કુંવરબાઈનું મામેરું યોજનાના ફોર્મ ભરી આપવામાં આવશે.ે શ્રી કનકભાઈ ચીમનભાઈ પારકર તરફથી પાનેતર ભેટ આપવામાં આવશે.

આ ભવ્‍ય સામાજિક ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે આંબાભાઈ માનવસેવા ટ્રસ્‍ટના પ્રમુખ અમનભાઈ એ. ગોહેલ (મો. ૯૭૨૬૯ ૩૫૦૩૩), ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન ગોહેલ, મંત્રી જયદેવ એ. ગોહેલ, મહામંત્રી દેવરાજ એ. ગોહેલ તેમજ ટ્રસ્‍ટના પરિજનો વિમલ જેન્‍તીભાઈ ગોહેલ અને સ્‍વ. નિરંજન જેન્‍તીભાઈ ગોહેલ, રમેશભાઈ ગેડીયા, જયંતિભાઈ રાઠોડ, હિમાંશુ સોલંકી, ચંદુભાઈ સારિયા અને જગદીશભાઈ ગોહેલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:39 PM IST)