<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

આ વખતે મતદારો ભ્રષ્‍ટાચારમુક્‍ત શાસન પસંદ કરશેઃ મુકુલ વાસનીક

પૂર્વ કેન્‍દ્રિય કેબીનેટ મંત્રીઃ એઆઇસીસીના મહામંત્રી, રાજ્‍યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અકિલાના આંગણે હાલ ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલુ, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બની એ દુઃખદ, પ્રજાને કોંગ્રેસ પર ભરપૂર ભરોસો

રાજકોટઃ એઆઇસીસીના મહામંત્રી, ગુજરાત ના પ્રભારી અને રાજ્‍યસભાના સાંસદ મુકુલ વાસનીકજી આજે અકિલા ના આંગણે આવ્‍યા હતા તેઓએ કહ્યું હતું કે હાલની રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સતામાં જો કોંગ્રેસ નું શાસન આવશે તો સ્‍ટેન્‍ડિંગ કમિટીની પહેલી જ સભામાં પ્રજાના હિતમાં નિર્ણય લેશું અને અમે જે ચુંટણી ઢંઢેરા માં જે વચનો આપ્‍યા છે એ ત્‍વરિત નિર્ણય લેવામાં આવશે.

તેઓએ જણાવેલ કે ગુજરાતની પ્રજાને કોંગ્રેસ પર પૂરેપૂરો ભરોસો છે, જો કોર્પોરેશન માં અમારું શાસન આવશે તો ૫૦ થી ૭૦ વારના મકાનો પર સંપૂર્ણ ટેક્‍સ ફ્રી, તમામ ૧૮ વોર્ડમાં અંગ્રેજી માધ્‍યમની સ્‍કુલ બનાવીશું.

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા દવાખાનાઓ નું આધુનિકરણ કરીશું. આ સહિત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરા માં જે વચનો આપ્‍યા છે એ પુરા કરીશું.

તેઓએ વધુમાં જણાવેલ કે હાલ ગુજરાત માં ભ્રષ્ટાચાર ફુલ્‍યોફાલ્‍યો છે. રાજકોટમાં ટીઆરપી જેવી ઘટના બની એ દુઃખદ છે

ગુજરાતમાં વ્‍યાપેલા ભ્રષ્ટાચાર અંગે આકરા તેવર અપનાવતા મુકુલ વાસનિકજી કહ્યું હતું કે, હાલ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે.

રાજકોટમાં સર્જાયેલી ટીઆરપી ગેમઝોન જેવી દુઃખદ ઘટના એ તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ છે.

તેઓએ ઉમેર્યું કે, જ્‍યારે શાસકો પ્રજાના પૈસાના ભ્રષ્ટાચારમાં રચ્‍યાપચ્‍યા હોય ત્‍યારે આવી હોનારતો અટકાવવી મુશ્‍કેલ છે, અને કોંગ્રેસ આવી દુર્ઘટનાઓ રોકવા માટે કાયદાકીય કડકાઈ અને પારદર્શક વહીવટની ખાતરી આપે છે.

ગુજરાતની પ્રજા પરિવર્તન ઝંખે છે અને કોંગ્રેસ પર તેમને અતૂટ વિશ્વાસ છે. અમે ચૂંટણીમાં આપેલા એક-એક વચનને નિભાવવા માટે કટિબદ્ધ છીએ. સત્તામાં આવતા જ અમારા નિર્ણયોમાં જનતાને તાત્‍કાલિક રાહતનો અનુભવ થશે.

અંતમાં મુકુલ વાસનિકે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે રાજકોટના મતદારો આ વખતે ભ્રષ્ટાચાર મુક્‍ત અને વિકાસલક્ષી શાસન માટે કોંગ્રેસની પસંદગી કરશે. તેમણે શહેરના કાર્યકરોને પ્રજાની વચ્‍ચે જઈને કોંગ્રેસની આ નીતિઓ અને વાયદાઓ પહોંચાડવા માટે આહ્વાન કર્યું હતું.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી મુકુલ વાસનીકજી, દેવેન્‍દ્ર યાદવ (ધારાસભ્‍ય ભીલાય, છત્તીસગઢ) અને સૌરાષ્‍ટ્ર ઈન્‍ચાર્જ ડો.નિદત બારોટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા, મહેશભાઈ રાજપુત, વૈશાલી શીંદે, બીપેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશ ચાવડા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:05 PM IST)