તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
રમેશભાઇ ચાવડા અને ભારતીબેન ચાવડાની અંતિમયાત્રામાં હજારો આંખો રડી પડીઃ કુટુંબીજનોના આક્રંદથી ગમગીની
એકના એક કંધોતર યુવાન દિકરાની અરથીને વૃધ્ધ પિતાએ કાંધ આપવી પડીઃ કૃષ્ણનગરમાં કલ્પાંત

રાજકોટઃ વ્યાજખોરીમાં ફસાઇ જતાં આપઘાત કરી લેનારા કૃષ્ણનગરના દંપતિ રમેશભાઇ માવજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦) અને ભારતીબેન રમેશભાઇ ચાવડા (ઉ.વ.૪૦)ની અઁતિમયાત્રામાં મોટી સંખ્યામાં કુટુંબીજનો, સગા સંબંધીઓ, પાડોશીઓ સામેલ થયા હતાં. બંનેની એક સાથે અરથી ઉઠી ત્યારે હજારો આંખો રડી પડી હતી. કુટુંબી મહિલાઓના છાજીયાને કારણે કરૂણ દ્રશ્યો ખડા થયા હતાં. વૃધ્ધ પિતાએ એકનો એક કંધોતર ગુમાવી દીધો હતો. જે પિતા માટે દિકરો સહારો હતો એ યુવાન દિકરાની અરથીને કાંધ દેવાની કપરી વેળા આવી પડી હતી. અંતિમયાત્રા વખતે ગમગીની વ્યાપી ગઇ હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:27 PM IST)










