<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સરગમી હસાયરામાં હજારો લોકો લોટપોટ : હાસ્‍યના ફૂવ્‍વારા ઉડ્‍યા

સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, અવનીબેન વ્‍યાસ અને ગુણવંતભાઈ ચુડાસમાએ વાહવાહી મેળવી

રાજકોટઃ સરગમ કલબ દ્વારા ડી.એચ. કોલેજને મેદાનમાં ચાલી રહેલા પંચામળત મહોત્‍સવ અંતર્ગત યોજાયેલા હસાયરાના કાર્યક્રમમાં લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા હતા. જાણીતા હાસ્‍ય કલાકારો સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, અવનીબેન વ્‍યાસ અને ગુણવંતભાઈ ચુડાસમાએ રજુ કરેલી કળતિઓ સાંભળીને જાણે હાસ્‍યના ફૂવ્‍વારા ઉડતા હોય તેવો માહોલ સર્જાયો હતો.

સરગમ કલબ, એચ.પી. રાજયગુરૂ કું.નાં હેતલભાઈ રાજગુરુ અને કેર ફોર હોમ ના એમ.જે. સોલંકીના સહયોગથી જાહેર જનતા માટે વિનામુલ્‍યે આયોજીત કાર્યક્રમમાં વજુભાઇ વાળા, ઉદયભાઇ કાનગડ, ભાનુબેન બાબરીયા, રાજદીપસીંહ જાડેજા, હેતલભાઇ રાજ્‍યગુરુ, રામભાઇ મોકરીયા, તુષાર સુમેરા (મહાનગર પાલીકા કમીશ્નર), હરેશભાઈ લાખાણી, દિવ્‍યેશભાઇ રાયઠઠ્ઠા, હરદેવસીંહ જાડેજા, દીપકભાઈ કારીયા, તેજશભાઇ ભટ્ટી, પ્રભુદાસભાઇ પારેખ, સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનુ સંચાલન અને કાર્યક્રમ અંગે માહિતી સરગમ ક્‍લબ ના પ્રમુખ ગુણવતભાઈ ડેલાવાળોએ  તેમજ આભાર વીધી તેજશભાઇ ભટ્ટી દ્વારા કરવામાં આવી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, અલ્‍કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, સુનિલભાઈ દેત્રોજા, અનવરભાઇ ઠેબા, જયરાજસિંહ ઝાલા, ધનશ્‍યામભાઈ પરસાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:01 AM IST)