<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટ સહિત રાજ્‍યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી

૨૦૦૮ને ભુલશો નહિ, બિગ સરપ્રાઇઝ ફોર ઇન્‍ડિયન ગવર્નમેન્‍ટના નામે ઇ-મેઇલ મોકલાયો : પાકિસ્‍તાન, ખાલિસ્‍તાન જીંદાબાદનો પણ ઉલ્લેખ : એસઓજી, ક્‍યુઆરટી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડે રાજકોટ જેલનો ખુણેખુણો ચેક કર્યોઃ કંઇ પણ શંકાસ્‍પદ ન મળતાં સોૈએ રાહત અનુભવી

રાજ્‍યની જેલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ ડીજીપી ઓફિસમાં મળતાં અમદાવાદ, વડોદરા, સુરત સહિતની જેલોની સાથે રાજકોટ જેલ ખાતે પણ સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. એસઓજી, ક્‍યુઆરટી, બોમ્‍બ ડીસ્‍પોઝલ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડની ટીમે રાજકોટ જેલ ખાતે તપાસ કરવા પહોંચી હતી તે જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: અવાર-નવાર રાજ્‍યભરની કોર્ટને બોમ્‍બથી ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકીઓ મળતી રહે છે. આ વખતે હવે રાજ્‍યભરની જેલોને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં દોડધામ મચી ગઇ હતી. રાજકોટ સહિત રાજ્‍યની તમામ જેલો ખાતે એસઓજી, ડોગ સ્‍ક્‍વોડ, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ક્‍યુઆરટીની ટીમોએ ચેકીંગ કર્યુ હતું. જો કે કોઇપણ જેલમાંથી કંઇપણ શંકાસ્‍પદ ચીજવસ્‍તુ મળી નહોતી. રાજકોટ જેલ ખાતે પણ ચેકીંગ કરવામાં આવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ આજે એક ધમકી ભર્યો ઇ-મેઇલ ડીજીપી ઓફિસને મળ્‍યો હતો. જેમાં લખ્‍યું હતું કે-૨૦૦૮ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્‍ડિયન ગવર્નમેન્‍ટ. જે ધમકીભર્યાં મેઈલમાં ડીજીપી ઓફિસ ગાંધીનગર, કલેક્‍ટર ઓફિસ, ૧ મંદિરને બોમ્‍બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્‍તાનના નામથી કોઈ અજાણ્‍યા શખસે આ ઈમેલ મોકલ્‍યો હતો. પાકિસ્‍તાન જિંદાબાદ અને ખાલિસ્‍તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ આ ધમકી ભર્યાં ઈસ્‍મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદ સહિત રાજ્‍યભરની જેલોના વડાને તાકીદ કરવામાં આવી હતી અને ચેકીંગ કરવા સુચના અપાઇ હતી.  આ પછી સાબરમતી જેલ સહિત રાજ્‍યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં લોરેન્‍સ બિશ્નોઇ સહિતના કેદીઓ  પણ હોઇ જીણવટભર્યુ ચેકીંગ કરાયું હતું. રાજકોટ અને વડોદરાની જેલોમાં પણ ચેકીંગ કરવા માટે પોલીસ-એસઓજી, ક્‍યુઆરટી, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડની ટીમો પહોંચી ગઇ હતી. જો કે રાજકોટ જેલ ખાતે ત્રણેક કલાકની તપાસ બાદ પોલીસ સહિત સોૈએ રાહતનો દમ લીધો હતો. કંઇપણ શંકાસ્‍પદ ચીજવસ્‍તુ મળી આવી નહોતી.

ડીજીપી કચેરીને મળેલા આ મેઇલનું મૂળ શોધવા માટે સાયબર ક્રાઇમની ટેકનિકલ ટીમે એફએસએલના ડિજિટલ નિષ્‍ણાતોની મદદ લીધી છે. પ્રાથમિક તપાસમાં ઇ-મેઇલ મોકલવા માટે પ્રોક્‍સી સર્વર, વર્ચ્‍યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) અથવા એન્‍ક્રિપ્‍ટેડ મેઇલ સર્વિસનો ઉપયોગ કરાયો હોવાની શકયતા તપાસવામાં આવી રહી છે. સાયબર સેલ ઈ-મેઇલ હેડર અને સર્વર લોગ્‍સ આધારે ડિજિટલ ફૂટપ્રિન્‍ટ્‍સ એકત્ર કરવા મહેનત કરી રહ્યું છે.

ડીજીપી ઓફિસમાં આવેલા ઈ-મેઇલમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતની જેલોને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. મેલની ગંભીરતાને ધ્‍યાને રાખીને સાબરમતી જેલ ખાતે તિાફર ડોગ્‍સ, મેટલ ડિટેક્‍ટર અને આધુનિક ર્સચિંગ સાધનો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. જેલ પરિસરમાં બહારથી આવતા મુલાકાતીઓ, વાહનો અને સપ્‍લાયની ચકાસણી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત જેલ સ્‍ટાફ સિવાયના કોઈપણ અનધિકળત વ્‍યક્‍તિના પ્રવેશ પર અસ્‍થાયી પ્રતિબંધ લગાવીને ચોકી-પહેરા વધુ કડક કરી દવાયા હતાં. જો કે રાજકોટ જેલ સહિતની તમામ જેલો ખાતે તત્‍કાળ ચેકીંગ બાદ કંઇ શંકાસ્‍પદ ન મળતાં સોૈએ રાહતનો દમ લીધો હતો.

(3:16 PM IST)