<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રંગોલીપાર્કના પાણી-ગટર-ગંદકીના પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

રાજકોટઃ તા.૧૩:  ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલીપાર્ક સોસાયટીના ૧,૧૫૪ ફ્‌લેટના હજારો રહેવાસીઓ આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. તંત્ર દ્વારા પીવાના પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા કર્યા વિના જ સોસાયટીનો કબજો સોંપી દેવામાં આવ્‍યો હતો, અને હવે ગટરના પાણીની રેલમછેલથી આખી સોસાયટી નર્કાગારમાં ફેરવાઈ ગઈ છે. રહેવાસી સંઘર્ષ સમિતિ દ્વારા તંત્રની ઘોર બેદરકારી સામે નીચે મુજબના મુખ્‍ય મુદ્દાઓ પર આક્રોશ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છેઃ

હાઉસિંગ બોર્ડ નિર્મિત રંગોલીપાર્ક સોસાયટીમાં આજદિન સુધી પીવાના પાણીની કોઈ કાયમી વ્‍યવસ્‍થા કરવામાં આવી નથી. આ વિકટ પરિસ્‍થિતિ વચ્‍ચે હાલમાં વરસાદ અને તંત્રની લાલિયાવાડીના કારણે ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્‍ય રસ્‍તાઓ અને ઘરો સુધી પહોંચી ગયા છે. સોસાયટીમાં સ્‍વચ્‍છતાનો કોઈ નામો-નિશાન રહ્યો નથી.

BU પરમિશન વિના વહીવટ, એસોસિયેશન પણ અધ્‍ધરતાલ : છે ત્‍યારે  બિલ્‍ડીંગ યુઝ આヘસોસાયટીનો વહીવટ ખોરવાયો છે અને સામાન્‍ય નાગરિકો ‘વાલી વગરના' બની ગયા છે.

રહેવાસીઓ ત્રાહિમામ, અધિકારીઓ રજા માણવામાં મશગુલ  છે. ભારે આક્રોશ છે. સોસાયટીમાં ભયંકર ગંદકી અને દુર્ગંધના કારણે નાના બાળકો અને વળદ્ધોના સ્‍વાસ્‍થ્‍ય સામે મોટું જોખમ ઊભું થયું છે. રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત છે. એક તરફ જનતા પીડાઈ રહી છે, ત્‍યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓ રહેવાસીઓની વારંવારની ફરિયાદોને અવગણીને રજાઓ માણવામાં મશગુલ છે. કોઈ પણ જવાબદાર વ્‍યક્‍તિ સ્‍થળ પર આવીને વાસ્‍તવિક પરિસ્‍થિતિ જોવા પણ તૈયાર નથી.

રંગોલીપાર્ક સોસાયટી રહેવાસી સંઘર્ષ સમિતિ માંગ કરે છે કે હાઉસિંગ બોર્ડ તાત્‍કાલિક ધોરણે ગટરના પાણીનો નિકાલ કરે, પીવાના પાણીની કાયમી સુવિધા આપે અને BU પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરે. જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રહેવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. રંગોલીપાર્ક સોસાયટી રહેવાસી સંઘર્ષ સમિતિ, રાજકોટ દ્વારા જણાવાયુ છે. 

(2:12 PM IST)