<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સાયબર ફ્રોડ, ઠગાઇ અને દારૂના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ ઝડપાયા

રાજકોટના બે ઠગાઇ અને વલસાડના દારૂના ૧ ગુનામાં ત્રણેય ફરાર હતાઃ પેરોલ ફર્લો સ્‍કવોડના પી.આઇ. એમ. એલ. ડામોર તથા પીએસઆઇ એસ.બી. ધાસુરાની ટીમની કામગીરી

રાજકોટ તા. ર૧ :..  શહેરના સાયબર પોલીસ મથક અને એ ડીવીઝન પોલીસ મથકનાં ઠગાઇના બે ગુનામાં ફરાર બે આરોપીને મહેસાણા અને રાજકોટમાંથી તેમજ વલસાડના દારૂના ગુનામાં ફરાર આરોપીને રાજકોટમાંથી પેરોલ ફર્લો સ્‍કવોર્ડની ટીમે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ર૦રપ માં દાખલ થયેલા છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપી સંજયસિંહ અમરસિંહ ઝાલા (ઉ.વ.ર૬ રહે. મલેકપુર, તા. ખેરાલુ મહેસાણા) ને પેરોલ ફર્લો સ્‍કવોર્ડની ટીમે મલેકપુરથી ઝડપી લઇ સાયબર ક્રાઇમ પોલીસ મથકે સોંપવા તજવીજ હાથ ધરી છે.

જયારે એ. ડીવીઝન પોલીસ મથકમાં દાખલ ઠગાઇના ગુનામાં ફરાર દ્વારકાના  મીલન નરેન્‍દ્રભાઇ પાટડીયા (ઉ.વ.૩૧ રહે. પ્‍લોટ નં. ૬૯, આર. કે. નગર, નાગેશ્વર રોડ, દ્વારકા) ને પણ બાતમીના આધારે પોલીસે શહેરના પેલેસ રોડ પર મન મંદિર એપાર્ટમેન્‍ટ પાસેથી દબોચી એ. ડીવીઝન પોલીસને સોંપવા કવાયત શરૂ કરી છે.

આ ઉપરાંત વલસાડના પારડી પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપી દિપક હસમુખભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮ રહે. રિધ્‍ધી- સિધ્‍ધી સોસાયટી શેરી નં.૧૩, દુધસાગર રોડ, હાલ અક્ષરનગર-૧, લાખના બંગલા ચોક)ને પણ પેરોલ ફર્લો સ્‍કવોર્ડે તેના ઘર નજીકથી ઝડપી લઇ પારડી પોલીસે જાણ કરી હતી.

આ કામગીરી પો.ઇન્‍સ. એમ.એલ. ડામોર, પો.સબ.ઇન્‍સ. એસ.બી. ઘાસુરા, એએસઆઇ ઝહીરભાઇ ખફીક, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ, પોહેડકોન્‍સ. રાજદીપસિંહ ચોૈહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, પો.કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.પો.કોન્‍સ. દોલતસિંહ રાઠોડે કરી હતી

(2:54 PM IST)