તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ગાંધીગ્રામ સ્થિતશ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે શનિવારથી ત્રણ દિ' પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
મહાકાળી માતાજી અને કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થશે : નગરયાત્રા, રકતદાન કેમ્પ, મહાઆરતી સહીતના આયોજનો

રાજકોટ તા. ૮ : ગાંધીગ્રામ સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. ૧૧થી ૧૩ શનિથી સોમ સુધી મહાકાળી માતાજી તથા કાળભૈરવ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગાંધીગ્રામ મેઇન રોડ ખાતે શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર ખુબ જુનુ અને જાણીતું છે. દર શ્રાવણ માસમાં ચારે ચાર સોમવારે વિવિધ શૃંગાર દર્શન તેમજ દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
આ મંદિરમાં જુદા જુદા દેવી દેવતાનું સ્થાપન છે. જેમાં હવે શ્રી મહાકાળી માતાજી તથા કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. ત્રણ દિવસીય મહોત્સવના ભાગરૂપે તા. ૧૨ના સાંજે ૩ થી ૭ નગરયાત્રા યોજાશે. જે ગંગેશ્વર મંદિરેથી પ્રસ્થાન કરી સ્ટર્લીંગ હોસ્પિટલ, નાણાવટી ચોક, સતવારા સમાજની વાડી થઇ પુનઃ મંદિરે આવી સમાપન થશે. જયારે તા. ૧૩ ના સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન થેલેસેમિક બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ રાખેલ છે. વધુને વધુ લોકોએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે. તે દિવસે સાંજે ૭ વાગ્યે ચમત્કારી હનુમાનજી મંદિર યુવા મંડળ દ્વારા મહાઆરતી પણ રાખવામાં આવી છે. આ મહોત્સવમાં મહંતશ્રી હંસગીરી મહારાજ (ગુરૂ શ્રી સૂર્ય નારાયણગીરી મહારાજ) સહીતના સંતો મહંતો પધારશે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા મહંતશ્રી જીતુગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સેવકગણ જહેમત ઉઠાવી રહે છે. વધુ માહિતિ માટે મો.૮૦૦૦૮ ૯૯૯૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી અંકિતગીર ગોસ્વામી, વિશાલ કવા, સાગર કણજારીયા, અતુલ રાઠોડ, પરેશ બુમતારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:19 PM IST)










