<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

નંબર પ્‍લેટ વગરના વાહનમાં ઇંધણ પુરતા પંપ સંચાલક સહિત વધુ ત્રણ સામે ગુનો

માલવીયાનગર અને થોરાળા પોલીસે દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૫ : શહેરમાં પેટ્રોલ પંપ પર નંબર પ્‍લેટ વગર પેટ્રોલ ભરી આપવા મામલે પોલીસ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી રહી છે. ત્‍યારે પેટ્રોલ પંપ સંચાલક સહિત વધુ ૩ સામે બે ગુના દાખલ કરી કાર્યવાહી કરી હતી.

શહેરમાં પેટ્રોલ પંપ પર નંબર પ્‍લેટ વગરના વાહનોમાં ઇંધણ નહી પુરી આપવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે. જેનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્‍યારે આજે બીજા દિવસે પણ પોલીસે બે કેસ કર્યા હતા.

જેમાં ગોંડલ રોડ પર જુના જકાતનાકા પાસે આવેલ ત્રીપદા ઇન્‍ડીયન પેટ્રોલપંપમાં નંબર પ્‍લેટ વગરના બાઇકમાં પેટ્રોલ પુરાવી જતા વાહન ચાલક જયેશ મહેશભાઇ દવે (ઉ.વ.૨૭ રહે.સહકાર સોસાયટી, બોલબાલા માર્ગ) અને પેટ્રોલપંપ સંચાલક સંજય મનસુખભાઇ ગોંડલીયા (રહે. સોમનાથ સોસાયટી, કોઠારીયા રોડ) સામે માલવીયાનગર પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત દુધસાગર રોડ પર આવેલા રીદાન પેટ્રોલપંપમાં નંબર પ્‍લેટ ન હોવા છતા ઇંધણ પુરી આપવા મામલે થોરાળા પોલીસે અંકિત પ્રભાતભાઇ બકુત્રા (ઉ.વ.૩૦ રહે.વિજયવન સોસાયટી, ભગવતીપરા) સામે ગુનો દાખલ કર્યો હતો

(4:14 PM IST)