News of Saturday, 28th November 2026
કારમાં દારૂની ૮ બોટલ સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા
કોઠારીયા મેઇન રોડ પર ગોકુલ પાર્કના ગેઇટ પાસે આજીડેમ પોલીસના હેડ કોન્સ. દેવાંગભાઇ પાલા, એસ.યુ. મિયાત્રા સહિતનો દરોડો

રાજકોટ,તા.૨૮: કોઠારીયા મેઇન રોડ પર ગોકુલ પાર્કના ગેઇટ પાસેથી આજીડેમ પોલીસે કારમાં દારૂ બોટલ લઇને નિકળેલા વેપારી સહિત ત્રણ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. દેવાંગભાઇ પાલા, એસ.યુ. મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોઠારીયા મેઇન રોડ પર ગોકુલ પાર્કના ગેઇટ પાસે સ્વીફટ કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં પુછતાછ કરતા કારચાલકે પોતાનું નામ યોગેશ જેશીંગભાઇ રાતડીયા (ઉ.વ.૨૬ રહે સત્યમ પાર્ક, માડાડુંગર આજીડેમ ચોકડી પાસે) અને તેની સાથેના બે શખ્સોએ પોતાનું નામ શૈલેષ રઘાભાઇ રાતડીયા (ઉ.વ.૨૩ રહે મચ્છાનગર, માર્કેટીંગ યાર્ડ પાછળ) અને ચેતન નટુભાઇ વરૂ (ઉ.વ. ૨૯ રહે શિવધામ, સોસા, રણુજામંદિર પાછળ, કોઠારીયા રોડ) હોવાનું જણવ્યુ હતું. પોલીસ કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલય બ્રાન્ડની રૂા.૧૩,૩૩૭૧ની કિમતના દારૂની ૮ બોટલ મળી આવતા કબ્જે કરી ત્રણેય સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી
(2:50 PM IST)










