News of Tuesday, 12th May 2026
રામનાથપરા, માલીયાસણ, રૈયામાં જૂગારના ત્રણ દરોડાઃ ૧૯ પકડાયા
રામનાથપરા જમાતખાનામાં લગ્ન પ્રસંગે જૂગાર રમતાં ૭, માલીયાસણમાં જાહેરમાં પત્તા ટીચતા ૬ અને રૈયામાં ૫૦ વારીયા પાસે ઘરમાં જૂગાર રમતાં ૬ પકડાયા

રાજકોટ તા. ૧૨: જૂગારના ત્રણ અલગ અલગ દરોડામાં ૧૯ને પકડી લેવાયા હતાં. એ-ડિવીઝન પોલીસે રામનાથપરા જુમાતખાનામાં લગ્નપ્રસંગે જૂગાર રમી રહેલા ૭ને પકડયા હતા. કુવાડવા પોલીસે માલીયાસણ પાસે જાહેરમાં પત્તા ટીચતા ૬ને અને યુનિવર્સિટી પોલીસે રૈયા ૫૦ વારીયામાં ઘરમાં જૂગાર રમતાં ૬ને પકડયા હતાં.
શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં ગત સાંજે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત વ્યક્તિને ઝડપી લઇ રોકડ ૧૪,૮૪૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાના જુગાર ચાલતો હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ફિરોઝ હારૂનભાઇ લંઘા (રહે-ઘાંચીવાડ), અરબાઝ રફીકભાઈ ફુફાર (રહે-દેવપરા, સુમરા સોસાયટી), દાનિશ યુનુસભાઇ માકડા (રહે-આમ્રપાલી સિનેમા પાછળ, સુભાષનગર), અશરફ રઝાકભાઈ વિંચાણી(રહે-કોઠારીયા કોલોની), સોયબ યુનુસભાઈ કાલાવડીયા (રહે-બજરંગવાડી શેરી નંબર-૯), અમીન ઇકબાલભાઇ ઈશાણી (રહે-ગેબનશાહ સોસાયટી, જસદણ)ને ઝડપી લઇ રોકડ ૧૪,૮૪૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. પોલીસના કહેવા મુજબ ફિરોઝ લંઘાની દીકરીના લગ્ન હોવાથી બધા મેમણજમાત હોલમાં હોઇ જૂગાર રમવા બેઠા હતાં. કરણભાઇ વીરસોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
જ્યારે કુવાડવા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, માલિયાસણ બાયપાસ નજીક ક્રિષ્ના હોટેલ પાછળ જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે મોહસીન ગુલાબભાઇ પઠાણ (રહે. મહાત્મા ગાંધી સોસાયટી, જંગલેશ્વર), ફિરોઝશા જમાલશા શાહમદાર (રહે. લાખાજીરાજ સોસાયટી, બેડીપરા), રફીક ગભરૂભાઇ ખીલાસી (રહે. લાલબહાદુર શાષાી આવાસ ક્વાર્ટર, રેલનગર), અલ્તાફ અકબરભાઈ કંડીયા (રહે. દૂધસાગર રોડ, માજોઠી નગર), યુસુફ ઇસ્માઇલભાઈ ગાહા (રહે. માજોઠી નગર), નિઝામ મામદહુસેન ધુક્કર (રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી દૂધસાગર રોડ)ને પકડી લઇ રોકડ ૨૧,૩૬૦ની મત્તા કબ્જે કરી હતી.
તેમજ યુનિવર્સિટી પોલીસે રૈયાગામ ૫૦ વારીયા ક્વાર્ટર નજીક રહેતો દિલાવર જુસબભાઇ પાણખાણિયા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી સુવિધાઓ પુરી પાડી અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે યુનિવર્સીટી પોલીસે દરોડો પાડતા જુગાર રમતા દિલાવર તેમજ સુરેશ કેશુભાઈ વાણીયા (રહે. હરસિધ્ધિ ધામ સોસાયટી,૧૫૦ ફૂટ રીગ રોડ), લક્ષમણ સુંદરજીભાઈ પટેલ (રહે. ગાર્ડન સીટી, સાધુ વાસવાણી રોડ), વિનોદ મનસુખભાઇ ઠક્કર (રહે. જલારામ-૩, યુનિવર્સીટી રોડ), મહમદ રસુલભાઈ મકવાણા (રહે. મોચીનગર, બજરંગવાડી), ઉમેશ મોહનભાઇ ગોસ્વામી (રહે. બજરંગવાડી પુનિતનગર)ને ઝડપી લઇ રોકડ ૧૭,૨૯૦ની મત્તા કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
(2:59 PM IST)










