તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
સાધના...તપસ્યા...અને પ્રેરણા...નો ત્રિવેણી સંગમ... વકીલસાહેબ
ઋષી પંચમીના મહાન દેશભકત ઋષીતુલ્ય વકીલસાહેબનો જન્મદિવસ : શબ્દોમાં તાકાત છે એ સાચુ પણ કૃતિમાં જે તાકાત છે એની તુલનામાં તો શબ્દો કંઈ જ નથી : પ્રત્યેક વ્યકિતનાં અંતઃકરણમાં ભગવાન વસેલો છે, પ્રત્યેક વ્યકિતનાં સંસ્કાર કદી પણ વ્યર્થ જતા નથી, આ ભાવનાથી આપણે કામ કરવા લાગીએ તો પ્રત્યેક વ્યકિતમાં આપણને કોઈને કોઈ ગુણ દેખાશે, એગુણનાં આપણે પૂજારી બનીએઃ - વકીલસાહેબ

પૂ. પાંડુરંગ આઠવલેજીએ વકિલસાહેબના સંદર્ભમાં કહ્યું કે, ''લક્ષ્મણરાવ કરોડો લોકો માટે ધ્યેય નિષ્ઠા, દ્રઢ મનોબળ, સમાજ અને દેશ માટે રાષ્ટ્રભિકતના આદર્શ પુરૂષ હતા. માનવતાથી મહેકતા તેઓ રાષ્ટ્રના અતિ સુંદર પુષ્પ હતા.''
શ્રી લક્ષ્મણરાવ માધવરાવ ઈનામદાર, સાધના..... તપસ્યા..... અને પ્રેરણા..... ત્રિવેણી સંગમ.....વકીલ સાહેબનો ઋષી પંચમીનાં પવિત્ર દિવસે સતારા (મહારાષ્ટ્ર) ખાતેજન્મ થયેલ હતો. વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રીય રંગે રંગાયા આઝાદિની લડતમાં ઝંપલાવ્યું હતું. ૧૯૩૭માં હૈદરાબાદ આઝાદિની લડતમાં સાત મહિનાનો કારાવાસ ભોગવેલ હતો.
સતારા ખાતે પૂનામાં એલ.એલ.બી. સુધી ઉચ્ચ અભ્યાસ કરી વકીલાતની પદવી લીધા પછી પણ વૈયકિતક સુખ તથા સમૃધ્ધિ માટે કલ્પના પણ ન કરતા. રાષ્ટ્રકાર્ય માટે જીવન સમર્પણ કરી ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા. એવા દેશભકિતનાં રંગાયેલાઓ ઉચ્ચ સંસ્કાર સાથે રાષ્ટ્ર કાર્યમાં જોડાયા અને હિન્દુ સમાજને શ્રેષ્ઠ બનાવવા વ્યકિત નિર્માણ દ્વારા દેશ ઉંચો આવશે તેવી અતુટ શ્રધ્ધા સામે
‘‘પ્રત્યેક વ્યકિતમાં આપણને કોઈને કોઈ ગુણ દેખાશે એ ગુણના આપણે પુજારી બનીશું તો એ વ્યકિતને પણ લાગશે.'' ખેર મારામાં કોઈ ગુણ છે અને એની કોઈ પૂજા કરે છે, તો એ વ્યકિત કહે તે હું કરીશ. આવી પ્રત્યેક વ્યકિતને હિન્દુ સમાજમાં ગોતી ગોતી દેશ સેવામાં લગાડીએ.
પ્રત્યેક વ્યકિતનાં સંસ્કાર દ્વારા દેશ ઉચ્ચો આવશે. જગતમાં પરિવર્તનોનાં ઈતિહાસ તપાસીએ તો વ્યકિત નિર્માણ દ્વારા શકય છે. પરિવર્તન અકસ્માતે થતો નથી. ''ફ્રાન્સમાં એક દિવસ એવો ઉગ્યો કે બીજે દિવસે સૌને પરિવર્તન જોવા મળ્યુ. રશિયામાં એક દિવસ એવો ઉગ્યો કે બીજે દિવસે વધારામાં પરિવર્તન જોવા મળ્યું. ઈંગ્લેન્ડનાં બ્લડબેસ રીવોલ્યુશન (રકતવિહિન ક્રાંતિ) બાબતે પણ આવો જ કોઈ ચમત્કાર થયો ન હતો એવું ઈતિહાસ કહેતો નથી.''આમ તો પૂરા યુરોપમાંથી જઈને વસેલા અને પાછળથી અમેરિકન કહેવાયા અને એમને પણ આવો અનુભવ થયો નથી. આમા પૂરા આત્મવિશ્વાસ સાથે હિન્દુ
સમાજનું કામ પ્રત્યેક વ્યકિત નિર્માણ દ્વારા સમાજ સંગઠન થવાનો છે. આવા દ્રઢ આત્મવિશ્વાસ દ્વારા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જીવન સમર્પણ કરીને ૧૯૪રમાં વકીલસાહેબ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે આવ્યા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં કામગીરી કરી હજારો સ્વયંસેવકોનાં પથદર્શક રહ્યા. ૧૯પ૧ થી ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે પૂરા ગુજરાતમાં લાખો સ્વયંસેવકોને નવો રાહ ચિંધીને ૧૯૭૩થી ગુજરાત - મહારાષ્ટ્ર -વિદર્ભ-ગોવાનાં બનેલા પヘમિાંચલ ક્ષેત્ર પ્રચારક, ૧૯૭૮થી ક્ષેત્ર પ્રચારક ઉપરાંત સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ બન્યા.
એમની પ્રેરણાથી ગુજરાતમાં સંગઠનનો ભારે વિકાસ થયો અને એકલા કુશળ સંગઠક જ નહી લોક સંગ્રહ અને વિચાર ઘડતરનાં યે કસબી હતા. સહકાર ભારતીના સ્થાપક ૧૯૬૯થી ૧૯૭પ અનાવૃષ્ટિને કારણે ભયંકર દુકાળમાં આર્થિક મંદિમાં દેશને બહાર કાઢીને સમૃદ્ધ અને સ્વાવલંબન બનાવવા સહકારી ભાવનાવાળા વ્યિકતઓ વચ્ચે સંગઠન ઉભુ કર્યું. સહકાર ભારતીના સ્થાપક પ્રેરણા પુરૂષ બની સભાસદની જાગૃતિ અને તાલીમ દ્વારા આજે પુરા ભારતમાં ર,૦૦૦ થી વધુ સહકારી ફોજ ઉભી થઈ ગયેલ છે અને ર૦,૦૦૦થી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે. ''વિના સહકાર, નહીં સંસ્કાર, વિના સહકાર, નહીં ઉદ્ધાર'' ને સાર્થક કરવા લક્ષ્મણરાવજીએ સાધના, તપસ્યા અને પ્રેરણા પામીને સહકાર ભારતીના સ્થાપનાને પુરા વિશ્વમાં આજે ગૈરવ અપાવેલ છે. ‘‘સહુ માટે એક અને એક માટે સહુ'' અને સહુ માટે એક સમાન ન્યાય'' સિદ્ધ કર્યો. જેમને આજે પૂરા વિશ્વમાં સહકાર ભારતીએ સારી એવી નામના કાઢેલી છે.
દેશ અને સમાજ માટે જયારે પણ આપતિ આવી હોય ત્યારે સ્વયંસેવકને આદર્શ વ્યવહાર દ્વારા સેવામાં જેમ કે, દેશના ભાગલા, પ્રતિબંધ, ૧૯૪૮ કે ૧૯૭પ સોમનાથનું નિર્માણ, ગૌ હત્યા બંધ કરવામાટે સત્યાગ્રહ, ચીન કે પાકિસ્તાનનું આક્રમણ, વિવેકાનંદ જન્મ શતાબ્દી, અંજારનો ભૂકંપ, તાપી નર્મદાનાં પૂર, મોરબીની હોનારત, સૌરાષ્ટ્રનું વાવાઝોડુ વગેરે
આવા પ્રસંગે આર.એસ.એસ.નાં સ્વયંસેવકની હિંમતની મહેંક દેખાડીને કાર્યમાં સ્વયંસેવકોનું પ્રેરકબળ વધાર્યે જ રાખ્યું હતું. દરેક પ્રસંગે શ્રેષ્ઠ સુકાની સાબિત થયા.
આમ તેમના સ્નેહાળુ અને માયાળુ સ્વભાવે ગુજરાતનાં હજારો સ્વયંસેવકોને જકડી રાખ્યા હતા અને અવારનવાર તેમની સ્મૃતિઓ વાગોળતા સ્વયંસેવકો ભાવવિભોર બની જાય છે. ઘરઘરમાં તેમની યાદ આજે પણ જીવીત છે
અને તેમની વાત‘‘ પ્રત્યેક વ્યકિતનાં અંતઃકરણમાં ભગવાન વસેલો છે. પ્રત્યેક વ્યકિતનાં સંસ્કાર કદી પણ વ્યર્થ જતા નથી. આ ભાવનાથી આપણે કામ કરવા લાગીએ તો પ્રત્યેક વ્યકિતમાં આપણને કોઈને કોઈ ગુણ દેખાશે.એ ગુણનાં આપણે પૂજારી બનીએ.''
આમ સંઘની કાર્ય પધ્ધતીમાં પ્રચારકો પાસે એવી અપેક્ષા હોય છે કે તેઓ માત્ર સંઘના દૈનંદીન કાર્ય પુરતી જ નહી સમાજ નિર્માણ માટે વ્યકિતશઃ પારિવારીક સંબંધો પણ ખડા કરે. સૌ પોતાની શકિત મુજબ એ પણ કરે છે. પણ વકિલ સાહેબ સાથે એ બાબતે કોઈની તુલના થઈ શકે તેમ નથી; એવા વિલક્ષણ પારિવારીક સબંધો એમણે સમગ્ર ગુજરાતમાં ઉભા કર્યા છે. વકિલ સાહેબ એટલે ઘરના એક માણસ આમ ડોકટરજી - ગુરૂજી કોટીના વકીલ સાહેબને હાર્દિક શ્રધ્ધાંજલી.
જયેશ સંઘાણી
મહામંત્રી, સહકાર ભારતી રાજકોટ મહાનગર, ૯૪ર૮ર ૦૦પર૦ *[email protected]
(10:36 AM IST)










