<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

પ્રયાસ દ્વારા મનોદિવ્‍યાંગ બાળકોને જગન્‍નાથજીના તથા સૂર્યમંદિર-લિંગરાજ મંદિરના દર્શન કરાવ્‍યા .

 

રાજકોટઃ તા.ર૭, પ્રયાસ પેરેન્‍ટ્‍સ અસોસીએશન મનોદિવ્‍યાંગ બાળકો સાથે કાર્ય કરતી સંસ્‍થા છે. સંસ્‍થામા હાલ ૨૦૦ જેટલા બાળકો તાલીમ લઈ રહ્યા છે. સંસ્‍થામા ૫ વર્ષથી લઈ ને ૫૭ વર્ષ સુધીના મનોદિવ્‍યાંગ છે. સંસ્‍થામા તેમની રોજિંદા જીવનની પ્રવળતિઓથી લઈને ફીઝીઓ થેરાપી,  અકેડેમિક , કોમ્‍પ્‍યુટર , વોકેશનલ એજ્‍યુકેશન , પ્રી - વોકેશનલ , કૂકિંગ , ઓકયુપેશનલ થેરાપી , સ્‍પીચ થેરાપી જેવી તમામ તાલીમ નિઃશુલ્‍ક આપવામાં આવે છે. સંસ્‍થા દર વર્ષે પ્રવાસનું આયોજન કરે છે આ વર્ષે જગન્‍નાથપૂરી થી પ્રવાસનું આયોજન કરેલ હતું જગન્‍નાથ મંદિર અને  બ્‍લૂ ફ્‌લેગ બીચ , દ્રિતીય દિવસે કોણાર્ક સુર્ય મંદિર અને ગોલ્‍ડન બીચ તેમજ તળતીય દિવસે ભુવનેશ્વરનું ફેમસ લિંગરાજ મંદિર, સાક્ષી ગોપાલ મંદિર , પરશુરામ મંદિર જેવા અનેક નાના મોટા મંદિરોના દર્શન કરાવાયા હતા,પ્રવાસમાં ૭૫ બાળકો અને તેમના વાલીઓ તેમજ સ્‍ટાફ માંથી ૧૫ લોકો સાથે ટોટલ ૨૦૦ લોકો એ જગન્‍નાથપૂરીના દર્શન કર્યા. પ્રયાસ આટલી મોટી સંખ્‍યામા મનોદિવ્‍યાંગ બાળકો સાથે પ્રવાસ કરનાર પ્રથમ સંસ્‍થા છે. અ પ્રવાસ માત્ર ફરવા માટે નથી પરંતુ આ બાળકો માટે મોટી ર્લનિંગ પ્રોસેસ છે, ભગવાન જગન્‍નાથના દર્શન એ અમારા બાળકો અને તેમના પરિવારજનો માટે ધાર્મિક અને આસ્‍થાનું પ્રતિક બન્‍યું સંસ્‍થાના પ્રમુખ પુજા પટેલ દ્વારા પ્રવાસ અંગે તમામ માર્ગદર્શન આપ્‍યું હતું.

(2:24 PM IST)