News of Monday, 23rd November 2026
ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરાના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ટીંબડી અને વેરાડ ગામે તળાવનું ખાતમૂહૂર્ત

રાજકોટઃ તા.૨૩: જળસંચય અને જળસંગ્રહ ક્ષેત્રે ઉત્તમ કાર્યો કરી રહેલી સંસ્થા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ' અને માનનીયૂ ધારાસભ્યશ્રી મુળુભાઈ બેરાના સંયુક્ત ઉપક્રમે તેમના લોક-યિ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી અને વેરાડ ગામે ચેકડેમ અને તળાવ બનાવવાના ભગીરથ કાર્યનું શુભારંભ ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે.
આ લોકઉપયોગી યોજનાથી ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળશે. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ તળાવોના નિર્માણથી ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થશે, જેના પરિણામે આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંયા આવશે અને ટીંબડી તેમજ વેરાડ ગામના ખેડૂતોને સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધામાં મોટો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સંચયના કાર્ય કરવાનો સંકલ્પ લીધેલ છે, જેમાંથી ૨૦,૦૦૦ થી પણ વધુ જળ સંચયના કાર્ય થઈ ચૂકેલ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચયની આ સેવાકીય પ્રવળત્તિને બિરદાવી હતી અને ગ્રામજનોને પણ આ અભિયાનમાં જોડાઈને પાણી બચાવવા અનુરોધ કર્યો હતો
(2:44 PM IST)










