<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ટીટોડીએ ઉંચાઇના બદલે સમથળ જગ્‍યા પર ઇંડા સેવ્‍યાઃ ઓછા વરસાદના એંધાણ?

 

રાજકોટઃ શહેરની ભાગોળે દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલથી આગળ આવેલા ઇશ્વરીયા ગામના વિડી વિસ્‍તારમાં ટીટોડીએ ઉંચી જગ્‍યા પર ઇંડા સેવવાના બદલે નીચી અને સમથળ જગ્‍યા પર ઇંડા સેવતા જુના જમાનાના આગાહીકારોના મતે ચોમાસુ નબળુ જવાના એંધાણ દર્શાવાયા છે. જયારે મુશળધાર વરસાદના એંધાણ મળે ત્‍યારે ટીટોડી પોતાના ઇંડા અને આવનારા સંતાનો પાણીમાં તણાઇ ન જાય તે માટે ટેકરી કે ઉંચી જગ્‍યા પર ઇંડા મુકે છે. તેનાથી વિપરીત સ્‍થિતીમાં સમથળ જગ્‍યા પર ઇંડા મુકતી હોવાની લોકવાયકા છે. આ મુજબ આ વર્ષે ઓછા વરસાદની આશંકા ઉદભવી છે. આ પહેલા અલનીનોની અસરને કારણે નબળા ચોમાસાની આગાહી થઇ ચુકી જ છે. આમ જુના જમાનાના જાણકારોનો મત અને વૈજ્ઞાનીકોનો મત એક થતો હોવાથી ખેડુતો અને આમજનની ચિંતા વધી ગઇ છે. તસ્‍વીરમાં જે સ્‍થળે ટીટોડીએ ઇંડા સેવ્‍યા તે સ્‍થળે બે બચ્‍ચા કીલકીલાટ કરતા નજરે પડે છે.

(2:42 PM IST)