<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

આજે તો મર્ડર કરવું છે...કહી મજૂરને ઢીકાપાટુ મારી પાણાથી ઇજા પહોંચાડી

વાણીયાવાડીમાં બેશખ્સને ગાળો દેવાની ના પાડતાં તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૨: વાણીયાવાડી નજીક જલજીત હોલ પાસે બાંધકામની સાઇટ પાસે રહેતાં અને કડીયા કામની મજુરી કરતાં મુળ એમપીના મોહનસિંગ અબલાભાઇ મેડા (ઉ.વ.૪૫) નામના આધેડને રાતે અગીયારેક વાગ્યે તે જલજીત હોલ પાસે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાણના ઘા કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ થયો છે. મોહનસિંગના કહેવા મુજબ દેવીપૂજક જેવા બે શખ્સોએ આવી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં આજે તો મર્ડર કરી નાંખવું છે તેમ કહી ઢીકાપાટુ મારી પાણાના ઘા કરી જા પહોંચાડી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી  છે.

(2:17 PM IST)