<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

આજે લોહાણા સમાજની નાગપંચમી : રાજકોટના સર્વધર્મ મંદિરે વિશેષ પૂજન

 

રાજકોટ : આજે અષાઢ વદ પાંચમ એટલે કે રઘુવંશી લોહાણા જ્ઞાતિના પરંપરાગત પર્વ ‘નાગપંચમી'ની ભક્‍તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજકોટના નાનામૌવા રોડ પર સ્‍થિત શાષાીનગરના સર્વધર્મ મંદિર ખાતે વહેલી સવારથી જ લોહાણા જ્ઞાતિની મહિલાઓએ નાગદેવતાના વિશેષ પૂજન, જલાભિષેક, દુગ્‍ધાભિષેક અને આરતીનો લ્‍હાવો લીધો હતો.  વર્ષો જૂની ધાર્મિક પરંપરા અનુસાર, રઘુવંશી લોહાણા જ્ઞાતિની બહેનોએ આજે ઘરે ઘરે પણ પૂજન કર્યુ હતુ. રાફડાની પવિત્ર માટીમાંથી શ્રદ્ધાપૂર્વક નાગદેવતાની પ્રતિકળતિ બનાવી હતી, તેમજ ઘરના પાણિયારે નાગબાપાનું ચિત્ર દોરીને શાષાોક્‍ત વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરી હતી. આજના પર્વે નાગદેવતાને પ્રિય એવા દૂધની સાથે ફણગાવેલા મગ, ચણા, બાજરી અને ઘી-ગોળમાંથી ખાસ તૈયાર કરેલી કુલેરનો પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો. ચોમાસાની ઋતુમાં ખેતરોમાં પાકનું વિપુલ ઉત્‍પાદન થાય અને સમગ્ર સળષ્ટિ પર ધન-ધાન્‍ય તથા સુખ-શાંતિ જળવાઈ રહે તેવી મનોકામના સાથે ભાવિકોએ નાગદેવતાના ચરણોમાં શીશ નમાવ્‍યું હતું. આ પવિત્ર દિવસે રઘુવંશી પરિવારોમાં ખાસ કરીને ઠંડી રસોઈ એટલે કે આગલા દિવસે બનાવેલી વાનગીઓ આરોગવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. (સંકલન : હાર્દીક ચંદારાણા)

(3:49 PM IST)