તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
એક સાથે ૪૦૦ બહેનોએ આગમના થોકડાંની ધાર્મિક પરિક્ષા આપી
પૂ.ગચ્છાધિપતિ આ.ભ. ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાઃ પૂ. છોટે ગુરૃદેવશ્રી વિમલચંદ્રજી સ્વામી દ્વારા મહિલા મંડળની અનુમોદના શ્રી અજરામર જૈન સંઘમાં ઇતિહાસ રચાયો

રાજકોટઃ તા.ર૮, ધર્મનગરી રાજકોટમાં એક જ સ્થાન, એક જ બેઠક, એક જ ડ્રેસ (શ્વેત), એક જ વિષય થોકડના માસખમણમાં જૈન તત્વજ્ઞાન ઉપર ગઇકાલે લેખિત કલોઝબુક પરીક્ષામાં ૪૦૦ થી વધુ પરીક્ષાર્થી બહેનો જોડાઇને જ્ઞાનની જિજ્ઞાસા,જ્ઞાનની ઉપાસનાનો મહાન લાભ લઇને નૂતન ઇતિહાસ બનાવી દીધો હતો.
પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ પૂ. ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણા-નિશ્રામાં શ્રી અજરામર સ્થાનવાસી જૈન સંઘ રાજકોટ આયોજિત આ મહાપરીક્ષામાં વીર ડુંગર મહિલા મંડળના બહેનો દૂર-દૂરથી મહાવીર ભવનમાં પધાર્યા હતા. ૩ર આગમના જુદા જુદા વિષયોના તત્વજ્ઞાન થોકડાને કંઠસ્થ-મૌખિક રીતે ગોખીને દોઢ કલાક ધાર્મિક પેપર લખ્યું હતું.
આજના ડીઝીટલ યુગમાં જ્ઞાનનો પુરુષાર્થ ઓછો થતો જાય છે ત્યારે અહીં પાત્રીસ વર્ષની યુવતીઓ અને ૭પ વર્ષના વયસ્ક બહેનોની ધર્મજ્ઞાન અભિલાષા જોઇને પૂ. છોટે ગુરૃદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામીએ મહિલા મંડળના તમામ પરીક્ષાર્થીઓની અનુમોદના કરતા કહ્યું હતું કે- કંઠસ્થ કરેલું જ્ઞાન, હૃદયસ્થ બને અને આત્સસ્થ થાય એ જ છે સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાચી ઉપાસના ખૂબ કઠિન વિષયોનું દિવસો/ કલાકો સુધી સ્વાધ્યાય-પઠન-મનન કરી પરીક્ષા આપવા આવેલા તમામ જ્ઞાન જિજ્ઞાસુઓને સંઘ પ્રમુખ મધુકાન્તભાઇ ખંધારે બિરદાવ્યા હતા.
આ જ્ઞાન અભિયાનમાં સહયોગ આપનાર વીર-ડુંગર મહિલા મંડળના મુખ્ય સંચાલિકા યોગનાબેન મહેતા, મંત્રી કલ્પનાબેન પારેખ, સહયોગી ડોલીબેન અજમેરા અને સુપરવાઇઝર તરીકે સેવા આપનાર તમામ સેવિકાઓની સેવાની અનુમોદના કરી હતી.
આ આયોજનમાં લાભ લેનાર દાતા પરિવારો તથા વિમલભાઇ પારેખ, કલ્પેશભાઇએ મહાવીરભવનમાં વ્યવસ્થા સહયોગ આપવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ પૂ. શ્રી વર્ધમાન સ્વામી, પૂ. શ્રી અરિહંત સ્વામી, શ્રી ભદ્રતાજી આર્યાજી, શ્રી ઉજાશજી આર્યાજીએ સેવા આપી હતી. આ તકે અજરામર સંઘમાં નિઃસ્વાર્થ સેવા આપનાર હિતેશભાઇ કોઠારી અને ડીમ્પલ હિતેશ કોઠારીને પૂ. ગુરુદેવે આશીર્વાદ આપ્યા હતા.
આ મહાપરીક્ષાનું પરીણામ અને ઇનામ વિતરણ આગામી તા. ૭ નવેમ્બરના શ્રી અજરામર ઉપાશ્રયમાં સવારે ૧૦ વાગે રાખેલ છે. તો તા. ૧ નવે. રવિ-પુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં ૩ર આગમ-શ્રુત અભિવંદના અને તા. ર નવે.ના પૂ. પ્રજ્ઞા મહર્ષિ ગુરૃદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીની સ્મૃતિમાં સમૂહ સામાયિક અને નમો સિદ્ધાણાંના જાપ, સંવેદના, લકકી ડ્રો, પરભાવના રાખેલ છે તેમ કમલેશભાઇ શાહે જણાવ્યું છે.
(4:25 PM IST)










