તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
કાલથી રાજકોટ સહિત રાજયભરમાંથી એસટી તંત્ર દ્વારા ૨૪૦૦ એકસ્ટ્રા બસો દોડાવાશેઃ ઓનલાઇન બુકીંગ હાઉસફૂલ
રાજકોટ ડિવીઝન ૯ ડેપો ઉપરથી ૬૦ થી ૭૦ બસો દરેક સેન્ટરમાં ઉપાડશે...

રાજકોટ, તા.૩: એસ.ટી નિગમ એ રાજ્યમાં વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની.બસ સર્વિસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે. આગામી દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત ઉપરાંત અન્ય તમામ વિભાગો દ્વારા દર વર્ષની જેમ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે.
રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે.
જે મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એકસ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, આ ઉપરાંત રાજકોટ સહિત ૯ ડેપો ઉપરથી ૬૦ થી ૭૦ એકસ્ટ્રા બસો રાજકોટ ડિવીઝન દ્વારા ચલાવાશે.
નિગમના દ્વારા કાલથી (આસો વદ દશમ) થી તા-૦૭/૧૧/૨૦૨૬ (આસો વદ તેરશ) સુધીના દિવાળીના તહેવારો દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે મુખ્યત્વે સુરત ખાતેથી તેમજ નિગમના અન્ય વિભાગો દ્વારા પણ સદર સમયગાળા દરમ્યાન રેગ્યુલર બસ સર્વિસો ઉપરાંત વધારાની કુલ ૨૪૦૦ જેટલી બસોના એક્સ્ટ્રા સંચાલનની વ્યવસ્થા કરેલ છે. જેના થકી ૮૦૦૦ થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ રાજકોટ વડોદરા મહેસાણા પાટણ પાલનપુર તરફના મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોચાડવાનું આયોજન છે.
મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
(3:38 PM IST)










