News of Wednesday, 18th November 2026
કાલે ભકિત સંગીત-સુફી-ફિલ્મી ગીતોની સંગીતમય સફરઃ નાદ-નિનાદ સંગીત સંધ્યા
મનપાના ૫૩ મા સ્થાપના દિન નિમિતે સુપ્રસિધ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડીટીરીયમ ખાતે સૂરો રેલાવશે મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા ઇ.ચા.મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઇ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે આપી માહિતી

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકાના ૫૩મા સ્થાપના દિન નિમિત્તે ‘નાદ-નિનાદ' સંગીત સંધ્યાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાષાી સૂરીલા સ્વર સાથે ભક્તિ સંગીત, સુફી અને ફિલ્મી ગીતોની સંગીતમય સફર કરાવશે.
અવસરે મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધાના વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે
આ અંગે મહાનગરપાલિકાના મેયરશ્રી ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ જણાવેલે કે, રાજકોટ મહાનગરપાલિકાના ૫૩મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સંગીત અને સંસ્કળતિનો અનોખો સંગમ સમાન ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાષાી પ્રસ્તુત ‘નાદ-નિનાદ' સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં રંગોળી સ્પર્ધાના વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત આ અવસરે પ્રરણાદાયી ઉપસ્થિતિ માન. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે તેમજ ધારાસભ્યશ્રીઓ ભાનુબેન બાબરિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે.
કાલે તા.૧૯-ને ગુરૂવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ,ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ભક્તિ સંગીત, સુફી સંગીત તથા લોકપ્રિય ફિલ્મી ગીતોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના ૫૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને સાંસ્કળતિક વારસાને ઉજાગર કરવાની સાથે નાગરિકો માટે મનોરંજન અને કલાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર માત્ર વિકાસ અને આધુનિક માળખાકીય સુવિધાઓ માટે જ નહીં, પરંતુ કલા, સંસ્કળતિ, સંગીત અને સાહિત્યની સમળદ્ધ પરંપરા માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. આ પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
‘નાદ-નિનાદ' સંગીત સંધ્યા અંતર્ગત ભાવસભર ભક્તિ ગીતો દ્વારા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ, સુફી સંગીતની સૂરીલી રજૂઆત દ્વારા સંગીતની ઊંડાણભરી અનુભૂતિ તથા લોકપ્રિય ફિલ્મી ગીતો દ્વારા મનોરંજનની યાદગાર કાર્યક્રમ યોજાશે.
(3:26 PM IST)










