<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

કાલે શહેર ભાજપ દ્વારા સેવા જ્‍યોતિ યાત્રાઃ દરેક વોર્ડમાંથી નિકળશે

સેવા સંકલ્‍પ અભિયાન અંતર્ગત ભાજપ કમલમ કાર્યાલય ખાતે બેઠક

રાજકોટઃ તા. ૭ ઓક્‍ટોબરના રોજ વિવિધ ગામો અને વિસ્‍તારોમાં સેવા જ્‍યોતિ કળશ યાત્રા-વિકસિત ભારતનો સંકલ્‍પ કાર્યક્રમ અંતર્ગત  શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની છેલ્લાા ૨૫ વર્ષની સેવા પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કરવા અને વિકસીત ભારત ૨૦૪૭નો સામુહીક સંકલ્‍પ લેવા માટે આવતીકાલે તા.૭ના બુધવારે સેવા જ્‍યોતિ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે દરેક વોર્ડમાંથી નિકળશે. અને રેસકોર્ષ સ્‍થિત મેયર બંગલાની સામેના મેદાનમાં વાહનરેલી સ્‍વરૂપે સંપન્‍ન થશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અને રાજકોટ મહાનગરના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપના સંગઠન સહમહામંત્રીશ્રી અરૂણ બિન્નાડીજી,  રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ જીલ્‍લા પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, સાંસદ પરશોતમભાઈ રૂપાલા,  ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, રાજકોટ જીલ્‍લા ધારાસભ્‍યશ્રી કુંવરજીભાઈ બાવળીયા,  ગીતાબા જાડેજા, મહેન્‍દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા,  મેયર ડો. નેહલ શુકલ, રાજકોટ શહેર મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, મંત્રી નરેન્‍દ્રસિહ જાડેજા, રવિભાઈ માકડીયા,  વલ્‍લભભાઈ ઝાપડીયા ખાસ ઉપસ્‍થિત રહેશે.    સભા પૂર્ણ થયે ઉપસ્‍થિત મહાનુભાવોની આગેવાનીમાં રેલી સ્‍વરૂપે નીકળી સભા સ્‍થળે પ્રસ્‍થાપિત થયેલ સેવા જયોતીને તેના નિヘતિ કરાયેલ ''સેવા જયોતી સર્કલ '' (કોલસાવાડી સર્કલ, જંકશન મેઈન રોડ પાસે, જામટાવર ચોકથી આગળ) ખાતે જશે અને ત્‍યાં સેવા જયોતીને પ્રસ્‍થાપિત કરવાના કાર્યક્રમમાં સહભાગી થવાનું છે.  આ સેવા જયોતી કળશ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ તમામ નગરજનોને પણ સામેલ કરવા  પ્રયત્‍ન કરવામાં આવેલ, આ સેવા જયોતી કળશ યાત્રાને સફળ બનાવવા પ્રદેશ ભાજપના સંગઠન સહમહામંત્રીશ્રી અરૂણ બિન્નાડીજી,  રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ શહેર મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિહ જાડેજા શહેરના ઈન્‍ચાર્જ શહેર ઉપપ્રમુખ  ભાર્ગવભાઈ મિયાત્રા, શહેર મંત્રી ચાંદનીબેન ગોંડલીયા અને જયારે રાજકોટ જીલ્‍લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા રાજકોટ જીલ્‍લા ભાજપ જીલ્‍લા  પંચાયતના  કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા અને જીલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા જહેમત ઉઠવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:15 PM IST)