News of Wednesday, 9th September 2026
આવતીકાલે અકિલા પરિવારના જગદીશભાઈ ગણાત્રાનો જન્મદિવસ
વરિષ્ઠ પત્રકાર, લેખક કોલમીષ્ટનો ૭૩માં વર્ષમાં પ્રવેશ..

રાજકોટઃ વરિષ્ઠ પત્રકાર, લેખક, જાણીતા કોલમનિસ્ટ, રઘુવંશી અગ્રણી, અનેક સંસ્થાઓના માર્ગદર્શક તથા ટોચના IPS, IAS થી માંડી સમાજના નાના-મોટા તમામ સાથે આત્મીય સંબંધોની મોટી મૂડી ધરાવતા જગદીશભાઈ ગણાત્રાનો આવતીકાલે તા. ૧૦મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તેમના પર અભિનંદન અવિરત વરસી રહ્યા છે. સંપર્ક ૯૮૨૪૫ ૩૭૮૯૦
પત્રકારત્વ જગતમાં ભીષ્મ પિતામહ જેવું સ્થાન મેળવનાર સ્વ. વેલજીભાઈ ગણાત્રા પાસેથી પત્રકારત્વ અને પ્રમાણિકતાનો વારસો મેળવનાર જગદીશભાઈમાં રહેલ ગુણો પારખ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ તેમને ખૂબ મોટી જવાબદારીઓ આપી જેમાં તેઓ પૂજ્ય જલારામબાપા અને પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી મહારાજની કૃપાથી સફળ રહ્યા.
સૌ પ્રથમ લોકોને ટોકન દરે તબીબી સેવા પુરી પાડનાર કૃષ્ણ ચિકિત્સાલયના ચેરમેન શ્રી નટુભાઈ કોટકે જગદીશભાઈને સેવાકાર્યોમાં સામેલ કર્યા જે અનુભવનો લાભ શ્રી બજરંગ મિત્ર મંડળ દ્વારા ગામડે ગામડે યોજાતા તબીબોની સેવા સાથેના કેમ્પમાં મળ્યો.
૬ દાયકાથી વિશેષ સંબંધ જે પરિવાર સાથે રહ્યો છે, તેવા રામબાણના આદ્યસ્થાપકની લાગણીથી રામબાણ સાપ્તાહિક સાથે જાહેર જીવનમાં આવવાની તેમને તક મળી, જે લોહાણા સમાજના ભામાશા સ્વ. જયંતિભાઈ કુંડલિયાએ રાજકોટ લોહાણા સમાજ પૂરતી સીમિત રાખવાના બદલે વિશ્વ લોહાણા ફલકમાં સ્થાન અપાવ્યું.
ટોચના ઉદ્યોગપતિ સ્વ. હરકિશોરભાઈ બરછા, દ્વારકા-ઓખાના મોટા ગજાના ધાર્મિક, સામાજિક અગ્રણી સ્વ. મનસુખભાઈ બારાઈએ જાહેર જીવનના મૂલ્યોની શિક્ષા આપી હતી.
(11:32 AM IST)










