તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
કાલે ડૉકટર્સ-ડે : રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરતા ડૉકટર્સને ગિફટ આપીને કહો થેન્ક-યુ
ડૉકટર કોટ, પેન સ્ટેન્ડ, સિરામીક મગ, કોટેશન ફ્રેમ સહિતની આઇટમોનો ખજાનો જોહર કાર્ડસમાં ઉપલબ્ધ

રાજકોટ : ડોકટર્સ દિવસનો ઇતિહાસ ભારતમાં, ડો. બિધાનચંદ્ર રોયના માનમાં આરોગ્ય ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જુલાઈ ૧લી, ૧૯૯૧ના રોજ ડોક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૧ જુલાઈ બુધવારના રોજ ડોક્ટર્સ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોકટર હોય છે, રાત દિવસ જોયા વગર દર્દીનોની સારવાર કરનાર તેમજ દરેક પરિવારની તંદુરસ્તી માટે ડોકટર્સની સલાહ સુચન લેતા હોય છે.
ડોક્ટર્સ પણ દર્દીનો સાથે પોતાના પરિવારના સભ્ય હોય તેવું વર્તન લાગણી કેળવી તેમની સ્વાસ્થ્ય અંગેની સારવાર કાળજી લેતા હોય છે. તા. ૧લી જુલાઈના રોજ ડોકટર્સ-ડે છે. તમારા ફેમીલી ડોક્ટર્સ અથવા મિત્ર ડોક્ટર્સને શુભેચ્છા પાઠવવાનો દિવસ છે.
ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદીર લાઈનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલરીવાળા જોહરભાઈએ ડોકટર્સ- ડેની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે ડોકટરને ગીફટ આપવા માટે અલગ અલગ લખાળવાળા સિરામિક ડોક્ટરના કોટેશનવાળા મગ, તાઈપીન, કફલીન બટન, પેન સ્ટેન્ડ વિથ વોચ, ડોક્ટર કોટ પેન સ્ટેન્ડ, કાચબા ટ્રે, વોલેટ, કોટેશનવાળી ફ્રેમ, ડોક્ટર સ્પેશિયલ કિચેઈન અને બૉલપેન, બામ્બુ પ્લાન્ટ, રીસ્ટ વોચ, ફ્રેમ, ડોકટર્સ ને આપી શકાઈ પર્સનલાઈઝ વોલેટસ, કીચેન, પેન, બોટલ, આ ઉપરાંત ડોક્ટર્સ-ડેના સ્પેશ્યલ લખાણવાળા કાર્ડસ પણ ઘણીજ પ્રકારના આવેલ છે
(3:17 PM IST)










