<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

મિલ્‍કત વેરામાં વળતર યોજનાનો કાલે છેલ્લો દિ'

આજદિન સુધીમાં ૩.૪૧ લાખ કરદાતા રૂા.ર૪૧.૭૩ કરોડની આવક

રાજકોટ, તા. ર૯ : મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૦૭ એપ્રિલ ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.૨૫ જુન સુધીના ના કુલ ૩,૪૧,૬૩૯ કરદાતા દ્વારા રૂ.  ૨૪૧.૭૩ કરોડ ની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૨,૬૭,૫૫૨ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ. ૧૭૫.૭૭  કરોડ તથા ૭૪,૦૮૭  કરદાતા દ્વારા ચેક તથા રોકડા થી રૂ. ૬૫.૯૬ કરોડ આવક થયેલ છે. સદરહું કુલ વેરામાં ૨૬.૯૯ કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.

આ ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ તા.૩૦ જુન સુધી સામાન્‍ય કરદાતાઓને  પટકા  ડિસ્‍કાઉન્‍ટ અને મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટનું પ્રદાન કરવામાં આવે છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.

(3:54 PM IST)