તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 19th October 2026
કાલે વિજયાદશમી : શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ભવ્ય રઘુવંશી શસ્ત્ર પૂજા મહોત્સવ, શૌર્ય વંદના, લોકડાયરો, સન્માન સમારોહ
સાફામાં સજ્જ રઘુવંશી ભાઇઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શષા પૂજા : રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌ-રક્ષાનો સંકલ્પ લેવડાવાશે

રાજકોટ : ભારતીય સંસ્કળતિ, સનાતન ધર્મ અને લોકસાહિત્યની પરંપરાને ઉજાગર કરવાના હેતુથી શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ રાજકોટ દ્વારા આવતીકાલે તા. ૨૦ ને મંગળવાર, વિજયાદશમીના પાવન અવસરે સંસ્થાના ‘છઠ્ઠા રઘુર્વશી શષા પૂજા મહોત્સવ-૨૦૨૬' અને ‘શૌર્ય વંદના' લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુમાં, રાજકોટ મહાનગરપાલિકાના ટી.પી. પ્લોટ (વીર શ્રી રાણા જશરાજજી ગ્રાઉન્ડ) ખાતે ધામધૂમથી આયોજીત કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) એ જણાવ્યું હતું કે, રઘુવંશી સમાજ એ પ્રાચીન ક્ષત્રિય કુળ છે, જે અખંડ ભારતના સરહદી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતા આક્રમણો સામે પોતાના પ્રાણોની આહુતિ આપીને દેશ તથા ધર્મની રક્ષા કરતો આવ્યો છે. તેઓએ કચ્છ-ભુજનો એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કિસ્સો ટાંકતા જણાવ્યું કે, જ્યારે કચ્છ રાજવી રાજા રાયધને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને ભુજના રાજમહેલ પર આક્રમણ કર્યું હતું. ત્યારે ત્યાંના મહારાણીએ રઘુવંશી વીર મેઘજી શેઠને સંદેશો મોકલી રક્ષા કરવાનું જણાવ્યું હતું.
આ સમયે રઘુવંશી ક્રાંતિવીર મેઘજી શેઠ દાદાએ ૯૦૦ ઘોડેસવારો સાથે ધર્મ અને દેશની રક્ષા માટે કૂચ કરી હતી અને બાદમાં રાજા રાયધનને કેદ કરી. ઇતિહાસના પ્રથમ લોકતંત્ર એવા ‘બારભાયા રાજ્ય'ની સ્થાપના કરી હતી. આ જ ગૌરવવંતી ક્ષત્રિય પરંપરા અને શૌર્યને ઉજાગર કરવા માટે રઘુવંશી યુવાનો દ્વારા દર વર્ષે વિજયાદશમીના પર્વે શષા પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ ગરિમામય કાર્યક્રમમાં રઘુવંશી સમાજ તેમજ અન્ય સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો, શ્રેષ્ઠીઓ, સરકારી વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ વગેરે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
આ મહોત્સવની શરૂઆત નિર્ધારિત ક્રમ અનુસાર બપોરે ૦૨:૩૦ થી ૦૪:૩૦ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રઘુવંશી વીરો માટેના સાફા બાંધવાના કાર્યક્રમથી થશે. ત્યારબાદ બપોરે ૦૪:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય ‘શષા પૂજા'નો પ્રારંભ કરવામાં આવશે. જે રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌ-રક્ષા,સ્ત્રીરક્ષા અને સ્વરક્ષાના પવિત્ર સંકલ્પ સાથે યોજાશે. શષા પૂજન સંપન્ન થયા બાદ, સાંજે ૦૫:૩૦ કલાકે કાર્યક્રમમાં આવેલા આમંત્રિત મહાનુભાવો અને અતિથિ વિશેષોનો ભવ્ય ‘સન્માન સમારોહ' યોજવામાં આવશે. આ સન્માન સમારોહ બાદ, સાંજે ૦૬:૩૦ કલાકથી રાત્રે ૦૮:૩૦ કલાક સુધી શષા પૂજાના તમામ ભાગીદારો અને અતિથિઓ માટે સંસ્થા દ્વારા‘અલ્પાહાર' (પ્રસાદ) ની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારબાદ રાત્રે ૦૯:૩૦ કલાકે આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય‘શૌર્ય વંદના' લોકડાયરાની ધમાકેદાર રમઝટ જામશે.
જેમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ રાજકોટના પ્રાથમિક કાર્યકર્તા, સનાતન ધર્મના ઉપાસક અને ગર્વથી કાઠિયાવાડી એવા પ્રખ્યાત નવયુવાન લોકસાહિત્યકાર પ્રેમ ઠક્કર દુહા-છંદ. રાસ-ગરબા, સપાખરા, લૌક અને ચારણી સાહિત્યની રમઝટથી લોકોને મંત્રમુગ્ધ કરશે. ‘‘મારી ભાષા. મારું ગૌરવ''અને ‘‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ''ના જીવનમંત્રને વરેલા પ્રેમ ઠક્કર આજના જનરેશન-ઝેડના યુવાનોમાં નવા આધ્યાત્મિક ટ્રેન્ડ અને રાષ્ટ્રહિતની પ્રેરણા જગાવવા માટે ખૂબ લોકપ્રિય હોવાનું જણાવાયું છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના પ્રદેશ પ્રમુખ કે. ડી. રઘુવંશી (કાછેલા ધવલ), ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારત ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશન ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ પ્રતીક રાચ્છ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિત કાનાબાર તેમજ રાજકોટ શહેર સંગઠનના વોર્ડ વાઇઝ સંયોજકશ્રીઓ, સહ-સંયોજકશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ તેમજ સંગઠનની‘‘શ્રી વિજયાદશમી મહોત્સવ - ૨૦૨૬'' સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે યુવા રઘુવંશી આગેવાનો સર્વશ્રી ધવલ કાછેલા (કે.ડી.), પ્રયેશભાઈ બરછા, કળણાલભાઈ હિંડોચા, આનંદભાઈ તન્ના, આદિત્યભાઇ ખંદેડી, રચિતભાઈ તન્ના, રોનકભાઈ કટારીયા, રાજભાઇ સોમૈયા, કપિલભાઇ ચોટાઇ, રાજભાઇ ચોટાઇ, બિરેનભાઇ જોબનપુત્રા, રામભાઇ લાલચેતા, નૈતિકભાઇ આડલીયા, પ્રિતભાઇ જોબનપુત્રા, પાર્થ પલા, મીત અનડકટ, દક્ષ કટારીયા, યશ ભુપતાણી, ઉદય તન્ના, પાર્થ નથવાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










