<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કાલે શ્રાવણ માસની પૂર્ણાહુતિઃ પિતૃ તર્પણનો અનેરો મહિમા

જૂનાગઢ, પ્રભાસ પાટણ, સોમનાથ ત્રિવેણી સંગમ સહિતના પવિત્ર તીર્થોમાં પિતૃઓના મોક્ષાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટશે

 

 

રાજકોટ તા.૧૦: દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની કાલે ભાદરવા સુદ પૂનમ સાથે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતાની સાથે જ ભાદરવા મહિનાનો પ્રારંભ થશે અને સનાતન ધર્મમાં અતિ મહત્‍વ ધરાવતા પિતળ તર્પણ અને શ્રાદ્ધ વિધિનો પ્રારંભ થશે. શાષાો અનુસાર શ્રાવણ માસમાં કરેલું દાન, પૂજા અને જપનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, ત્‍યારે શ્રાવણ પૂર્ણ થયા બાદ આવતા ભાદરવા માસમાં પિતળઓને તળપ્ત કરવા માટે તર્પણ કરવાનું વિશેષ મહત્‍વ રહેલું છે.

પિતળ તર્પણ કરવાથી પિતળઓના આત્‍માને શાંતિ મળે છે અને પિતળદોષમાંથી મુક્‍તિ મળે છે તેવી માન્‍યતા છે. આ પાવન અવસરે આવતીકાલથી જ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો જૂનાગઢના દામોદર કુંડ, પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ, સોમનાથ, દ્વારકા-ગોમતી ઘાટ સહિતના પવિત્ર સ્‍થળોએ વહેલી સવારથી જ ભાવિકો પિતળ તર્પણ માટે ઉમટી પડશે. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે તલ, જવ અને ગંગાજળથી પિતળઓને અર્ઘ્‍ય અર્પણ કરવામાં આવશે. મોટી સંખ્‍યામાં લોકો પોતાના પૂર્વજોના મોક્ષાર્થે અને પરિવારમાં સુખ-શાંતિ રહે તે માટે પિંડદાન અને તર્પણ વિધિ કરશે. તંત્ર દ્વારા પણ તમામ તીર્થ સ્‍થળોએ ભીડને પહોંચી વળવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે

(3:23 PM IST)