તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
કાલે અષાઢી બીજે એસજીવીપી વાવડીથી મવડી સુધી નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
મામેરા વિધિ સાથે ભગવાન જગન્નાથજીને ચોકલેટનો અન્નકુટ ધરાશે, ઠેર-ઠેર સરબત વિતરણ, મગ, કાકડી અને ખારેકનો પ્રસાદ

રાજકોટ : આવતીકાલે પવિત્ર અષાઢી બીજના પરમ પાવન અવસરે તા. ૧૬ના ગુરૂવારે બપોરે ૩:૩૦ કલાકે એસજીવીપી ગુરૂકેલ વાવાડી, રાજકોટ ખાતેથી ભગવાન જગન્નાથજીની એક અતિ ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થવા થઇ રહ્યું છે.
આ વર્ષે સવિશેષપણે, ગુરૂકુલના સંસ્થાપક ગુરૂદેવ શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧રપમા જન્મદિન નિમિતે આયોજીત આ રથયાત્રા વાવડી ગુરૂકુલથી પ્રસ્થાન થઇ વાવડી ગેઇટ, ખોડલ ચોક, રાણી ચોક, બાપા સીતારામ ચોક અને મવડી ચોકડી થઇને અંતે શ્રી સ્વામીનારાયણ મંદિર, એસજીવીપી મવડી ખાતે સંપન્ન થશે.આ વર્ષનો ઉત્સવ રજત કણ સમાન સવિશેષ છે, કારણકે ગુરૂકુલના આદ્ય સંસ્થાપક ગુરૂદેવ શાષાીજી મહારાજ પરમ પૂજય શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧રપમાં જન્મદિન મહોત્સવ નિમિતે રથયાત્રાની સાથે એક અતિ દિવ્ય અને નયનરમ્ય શોભાયાત્રા પણ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેમનગર ગુરુકુલ ખાતે છેલ્લા ર૦ વર્ષથી ગુરુવર્ય પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પૂ. પુરાપી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો અને હજારો ભકતોની ઉપસ્થિતિમાં આ રથયાત્રા ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
આ ભગીરથ કાર્યમાં એસજીવીપી ગુરુકુળ વાવડી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મજાગરણ સમન્વય, સનાતન ધર્મ સંકલન સમિતિ, હિન્દુ જાગરણ મંચ, શ્રી સ્વામિનારાયણ મંદિર-એસજીવીપી, મવડી, શ્રી મુખ્ય મંદિર-રાજકોટ, ખોડલધામ શિક્ષણ પાંખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા ભારત વિકાસ પરિષદનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
આ અંતર્ગત વિવિધ કમીટીઓની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ સ્થાને પૂજય શાષાી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી (સંચાલક, એસજીવીપી ગુરુકુળ રીબડા) અને કન્વીનર તરીકે રાજકદીપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી), સહ કન્વીનર તરીકે કમલેશભાઇ દવે તથા મુખ્ય આયોજક કમિટીમાં પરષોતમભાઇ બોડા, દશરથસિંહ જાડેજા, યોગેશભાઇ વઘાસીયા, નરેશભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ ઠક્કર, વિનુભાઇ કોરાટ, આશિષભાઇ વેકરીયા, પ્રકાશભાઇ ભાલાળા, દિલીપભાઇ મુગળા છે તથા મુખ્ય રથ તથા શોભાયાત્રાની પૂર્વ તૈયારીમાં યુવા ટીમમાં પાર્થભાઇ દોમડીયા, મિલનભાઇ ગધેથરીયા તથા કેવલભાઇ લાખાણી, કેવીનભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.આ અલૌકિ રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસે બપોરે ૩:૩૦ વાગ્યે એસજીવીપી વાવડી ગુરૂકુલ ખાતેથી પ્રચંડ જયઘોષ, શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરશે. એની પહેલા રઃ૪પ થી ૩:૩૦ સુધી મામેરા વિધિ સાથે ભગવાન જગન્નાથજીને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવશે અને એ પ્રસાદરૂપે બધાને આપવામાં આવશે. પહિંદી વિધિ અને રથયાત્રાની ભવ્ય શરૂઆત કરવા માટે પૂજય સંતોની સાથે મેયર ડૉ. નેહલભાઇ શુકલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, સાંસદ રામભાઇ મોકરીયા, ભાજપ શહેર પ્રમુખ ડૉ. માધવભાઇ દવે, જીલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:14 PM IST)










